News Continuous Bureau | Mumbai
શ્રીલંકા બાદ હવે ભારતના અન્ય પાડોશી દેશ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે પહેલીવાર મધ્યમવર્ગના લોકોના બળવાનો સામનો કરવો પડી રહ્યો છે. ચીનના 31માંથી 24 પ્રાંતમાં 235 પ્રોપર્ટી પ્રોજેકટના 1.3 કરોડ લોકો હોમ લોનના હપ્તા ભરી રહ્યા નથી. તેમનો આરોપ છે કે બિલ્ડરો સમયસર પ્રોપર્ટી પર કબજો નથી આપી રહ્યા. કોરોના કાળ દરમિયાન ચીનમાં ઝીરો કોવિડ નીતિ હેઠળ કડક લોકડાઉન ને લીધે પ્રોપર્ટી સેક્ટરને માઠું નુકસાન થયું હતું. એવામાં પ્રોજેક્ટ સમયસર પૂરા થયા નથી.
રિસર્ચ ઓર્ગેનાઈઝેશન કેપિટલ ઈકોનોમિક્સના જુલિયન ઈવાન્સનું કહેવું છે કે પ્રોપર્ટી સેક્ટરમાં મંદી ટૂંક સમયમાં ચીનના અન્ય સેક્ટરને પણ અસર કરશે. નવેમ્બરમાં કમ્યુનિસ્ટ પાર્ટીના સંમેલનમાં જિનપિંગ ત્રીજી વખત રાષ્ટ્રપતિ પદ માટે દાવેદારી નોંધાવશે. પરંતુ મધ્યમ વર્ગનો આ બળવો તેમના માટે મોટો પડકાર સાબિત થઈ શકે છે. ચીનની કમ્યુનિસ્ટ પાર્ટીના લગભગ 10 કરોડ સભ્યો પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે મતદાન કરશે.
આ સમાચાર પણ વાંચો : શિવસેનામાં ગળતર ચાલુ જ-સવારે આદિત્ય ઠાકરેની સભામાં જોડાયેલા પદાધિકારીઓનું સાંજે શિવસેનાને ટાટા-બાય બાય
દરમિયાન લોકોના આ વિરોધને કારણે મકાન ખરીદનારાઓ વચ્ચે એ વાતની ચિંતા વધી છે કે દેવામાં ડૂબેલા ડેવલોપર્સ શું તેમને મકાન સોંપશે? તેની સાથે જ નવા ઘરોની કિંમતમાં ઘટાડાને લઈને પણ અસંતોષ છે. ઉલ્લેખનીય છે કે ચીનમાં મધ્યમવર્ગ સંપત્તિમાં રોકાણને શ્રેષ્ઠ માને છે. લગભગ 70% લોકોએ સંપત્તિમાં રોકાણ કર્યું છે, તે અમેરિકાની તુલનાએ વધારે છે.
ઝીરો કોવિડ પોલિસી અને લાંબા લૉકડાઉને ચીનને દુનિયાથી એકલું પાડી દીધું છે. પૂર્વ ડિપ્લોમેટ અને લેખક રોજર ગારસાઈડ અનુસાર તેનાથી દેશમાં પણ રોષ અને કમ્યુનિસ્ટ પાર્ટી પ્રત્યે વફાદારી ઘટી રહી છે. પુસ્તક ‘ચાઈના કૂપ’ના લેખક ગારસાઈડે કહ્યું કે જિનપિંગ બાહ્ય અને આંતરિક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. આ પડકારો જિનપિંગના નેતૃત્વમાં કામ કરતા તેમના વિરોધીઓને તક આપી રહ્યા છે.
ગ્લોબલ ટાઈમ્સના રિપોર્ટ અનુસાર ચીનમાં લગભગ 70 ટકા લોકો પ્રોપર્ટીમાં રોકાણ કરે છે. આ અમેરિકા કરતાં વધુ છે. અમેરિકામાં લગભગ 40 કે 50 ટકા લોકો પ્રોપર્ટીમાં રોકાણ કરે છે. દરમિયાન ચીનમાં 4000 બેંકો બંધ થવાના આરે પહોંચી ગઈ છે. આમાં 4 લાખથી વધુ ખાતાધારકોના હજારો કરોડ રૂપિયા ફસાયા છે. તેમના પૈસા માટે ઘણા પ્રાંતોમાં લોકો બેંકો સામે ધરણા કરી રહ્યા છે.
આ સમાચાર પણ વાંચો : મહત્વના સમાચાર-વેસ્ટર્ન રેલવેએ આ 13 સમર સ્પેશિયલ ટ્રેનની ટ્રીપ્સ વધારી-જાણો કઈ છે આ ટ્રેનો