ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, 12 મે ૨૦૨૧
ચીનની સરકારે આજે વસ્તીગણતરીના તાજા આકડા જાહેર કાર્ય છે. નવા આંકડા મુજબ ચીનની વસ્તી દાયકાઓમાં સુથી ધીમી ગતિએ વધી છે. પાછલા ૧૦ વર્ષમાં સરેરાશ વાર્ષિક વિકાસ દર ૦.૫૩% હતો. પહેલાં ૨૦૦૦ અને ૨૦૧૦ની વચ્ચે આ દર ૦.૫૭% ટકા હતો. હવે ચીનની વસ્તી ૧.૪૧ બિલિયન છે.
નવા આંકડાના પરિણામે યુગલોએ વધુ બાળકો રાખવા અને વસ્તીના ઘટાડાને ટાળવા માટેના પગલાંને વેગ આપવા માટે બેઇજિંગ પર દબાણ વધ્યું છે. આ આંકડા મૂળ એપ્રિલમાં જાહેર થવાની ધારણા હતી. ચીનમાં વસ્તી ગણતરી ૨૦૨૦ના અંતમાં કરવામાં આવી હતી, જેમાં લગભગ ૭૦ લાખ લોકો વસ્તી ગણતરી માટેની માહિતી એકત્ર કરવા માટે ઘરે ઘરે ગયા હતા. રાષ્ટ્રીય સ્ટેટિસ્ટિક્સ બ્યુરોના વડા નિંગ જીઝેએ જણાવ્યું હતું કે ગયા વર્ષે ૧૨ મિલિયન બાળકોનો જન્મ થયો હતો. તો ૨૦૧૬માં ૧૮ મિલિયન બાળકો જન્મ્યા હતા.
CBI બાદ ઇડીના ચક્કરમાં ફંસાયા મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ, કેસ દાખલ કરી તપાસ શરૂ કરી
ઉલ્લેખનીય છે કે ચીને ૧૯૭૯માં વન ચાઈલ્ડ પોલિસી અમલમાં મૂકી હતી અને સમાજમાં વૃદ્ધવર્ગ વધતા ૨૦૧૬માં આ નીતિને સમાપ્ત કરવામાં આવી હતી.