News Continuous Bureau | Mumbai
દુનિયામાં કોરોના ફેલાવનારા ચીન માં ફરી એક વખત કોરોનાએ માથું ઊંચક્યું છે. ચીનનું ફાઈનાન્શિયલ હબ ગણાતા શાંધાઈમાં સોમવારથી બે તબક્કામા આકરો લોકડાઉન લાદી દેવામાં આવ્યો છે.
લોકડાઉનને પગલે સોમવારથી શાંધાઈના 2.6 કરોડની વસતીવાળા શહેરમાં નાગરિકોને ઘરે રહેવું પડશે. કોવિડ-19ના ફેલાતો રોકવા માટે સત્તાધીશોએ બ્રીજ, ટનલને બંધ કરી દીધા છે. હાઈવે પરના ટ્રાફિક પર નિયંત્રણ લાદી દેવામાં આવ્યા છે.
આ સમાચાર પણ વાંચો : તાલિબાનનું અજીબોગરીબ ફરમાન. હવે મહિલાઓ અને પુરુષો એક સાથે નહીં જઇ શકે અમ્યુઝમેન્ટ પાર્કમાં, નક્કી કરાયા આ નવા નિયમો… જાણો વિગતે
રવિવારે શાંધાઈ શહેરના ગર્વનરે શાંધાઈને બે હિસ્સામાં વહેંચી દીધું હતું, જેમાં હોંગ્પુ નદીનો પણ સમાવેશ થાય છે. આ વિસ્તારમાં સતત 9 દિવસ સુધી સખત ધોરણે કોવિડ-19ની ટેસ્ટિંગ કરવામાં આવવાની છે.
નદીના પૂર્વ તરફના લોકોને ઘરમાં જ રહેવાની સૂચના આપવામાં આવી છે તો વેસ્ટના રહેવાસીઓને ઘરના કરિયાણા સહિતનો જીવન જરૂરિયાતનો સામાન ખરીદવાની છૂટ આપવામાં આવી છે.