ચીનના વુહાનમાં એક વર્ષ બાદ ફરીથી કોરોનાનો કેસ નોંધાતા ફફડાટ, સરકારે આપ્યો આ  મોટો આદેશ

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 03 ઓગસ્ટ, 2021

મંગળવાર 

ચીનના વુહાન શહેરમાં કોરોનાએ ફરી એક વખત માથું ઉચક્યું છે. જેના કારણે ચીનની ચીંતામાં વધારો જોવા મળી રહ્યો છે.

વુહાનમાં સ્થાનિક તંત્ર દ્વારા જાહેરાત કરી દેવામાં આવી છે કે દરેક લોકો હવે પોતાનો કોરોના ટેસ્ટ કરવાશે.

વુહાનના અધિકારીએ કહ્યુ હતુ કે, 1.1 કરોડની વસતીવાળા શહેરના તમામ નાગરિકોના ટેસ્ટ કરવામાં આવશે. 

શહેરના તમામ નાગરિકોને ઘરમાં રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે. સાથે વાહન વ્યવહાર પણ સ્થગિત કરવામાં આવ્યો છે. 

ઉલ્લેખનીય છે કે વુહાનમાં ડિસેમ્બર 2019માં કોરોના વાયરસનો પહેલો કેસ સામે આવ્યો હતો. એ પછી આ વાયરસ જોત જોતામાં દુનિયામાં ફેલાઈ ગયો હતો. હજી પણ તેનો કહેર યથાવત છે અને લાખો લોકો જીવ ગુમાવી ચુકયા છે. 

આઈએમએફનો ઐતહાસિક નિર્ણય, કોરોના સામે લડવા ગરીબ દેશોને આપશે અધધધ આટલા અબજ ડોલર

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More