Site icon

Uyghur Muslims in China: ચીનની સરકારે દેશમાં મસ્જિદના નિર્માણ અંગે હવે આ નવા નિયમો જારી કર્યા, ઉઇગર મુસ્લિમો માટે ઊભી કરી નવી સમસ્યાઓ..

Uyghur Muslims in China: શિનજિયાંગમાં ધાર્મિક પ્રથાઓને લઈને ચીનમાં ફરી નવા આદેશો જારી કરવામાં આવ્યો છે. ચીનની સરકારી ઓથોરિટીએ શિનજિયાંગમાં મસ્જિદોની ડિઝાઇનને લઈને સૂચનાઓ જારી કર્યા છે. જાણો શું છે આ આદેશો..

Chinese government has now issued these new rules regarding the construction of mosques in the country, creating new problems for Uyghur Muslims

Chinese government has now issued these new rules regarding the construction of mosques in the country, creating new problems for Uyghur Muslims

News Continuous Bureau | Mumbai

Uyghur Muslims in China: ચીનની સરકારે ફરી એકવાર ઉઇગર મુસ્લિમો ( Uyghur Muslims ) પર નવા નિયમો લાદી દીધા છે. શિનજિયાંગમાં ધાર્મિક પ્રથાઓને લઈને ચીનમાં ( China ) ફરી નવા આદેશો જારી કરવામાં આવ્યો છે. ચીનની સરકારી ઓથોરિટીએ શિનજિયાંગમાં ( Xinjiang ) મસ્જિદોની ડિઝાઇનને લઈને સૂચનાઓ જારી કર્યા છે. આ આદેશ અનુસાર, નવી બનેલી મસ્જિદોની ( mosques )  ડિઝાઇનમાં ચીની પરંપરાઓ હોવી જરૂરી છે. શિનજિયાંગના ઉઇગુર સ્વાયત્ત પ્રદેશમાં, હવે નવી બનેલી મસ્જિદોના નિર્માણમાં “ચીની વિશેષતાઓ” ( Chinese specialties ) સામેલ કરવી જરૂરી બની ગઈ છે. 

Join Our WhatsApp Community

ચીનના સરકારી ( Chinese Govt ) નિયમો અનુસાર કોઈ સંસ્થા કે વ્યક્તિ ત્યાંના રહેવાસીઓને કોઈપણ ધર્મમાં માનવા કે ન માનવા માટે દબાણ કરી શકે નહીં, પરંતુ જૂની મસ્જિદોના પુનઃનિર્માણ કે નવી મસ્જિદોના નિર્માણમાં ચીની પરંપરાઓનો ( Chinese traditions ) સમાવેશ કરવો જરૂરી છે. આ મુજબ નવા બાંધકામમાં ધાર્મિક સ્થાનો પર આર્કિટેક્ચર, શિલ્પો, પેઇન્ટિંગ અને ડેકોરેશનમાં ચીની લાક્ષણિકતાઓને પ્રતિબિંબિત કરવી જરૂરી રહેશે. નિષ્ણાતોનું માનવું છે કે શિનજિયાંગમાં નવા નિયમો હેઠળ સરકાર ધર્મને ‘સિનિકાઇઝ’ કરવાનો પ્રયાસ કરી રહી છે અને ધાર્મિક સ્થળો પર રાજ્યનું નિયંત્રણ મજબૂત કરવાની દિશામાં કામ કરી રહી છે. ગયા મહિને શિનજિયાંગ સરકારની આ જાહેર સૂચના પછી, આ નિયમો શિનજિયાંગ ક્ષેત્રમાં ગુરુવારથી અમલમાં આવ્યા છે.

 ચીનમાં જૂના નિયમ હેઠળ નવા ધાર્મિક સ્થળોના નિર્માણ માટે સ્થાનિક સરકાર પાસેથી મંજૂરી લેવી પડે છેઃ રિપોર્ટ…

એક રિપોર્ટ અનુસાર ચીનમાં જૂના નિયમ હેઠળ નવા ધાર્મિક સ્થળોના નિર્માણ માટે સ્થાનિક સરકાર પાસેથી મંજૂરી લેવી પડે છે. અહીંના નિયમો જણાવે છે કે ધાર્મિક જૂથોએ “ચીનની મૂળ પરંપરાઓનું પાલન કરવું જોઈએ” અને “ધર્મના સિનિકાઈઝેશનના ધ્યેયને વળગી રહેવું જોઈએ.” ઉલ્લેખનીય છે કે, ઉઇગુર શિનજિયાંગ રાજ્યમાં તુર્કી વંશીય લઘુમતી છે. જે ઇસ્લામ ધર્મનું પાલન કરે છે.

આ સમાચાર પણ વાંચો : Gujarat High Court: પત્નીના 10 વર્ષ માટેના સર્વશ્રેષ્ઠ બ્રહ્મચર્યથી નારાજ પતિ, છુટાછેડા માટે પહોંચ્યો હાઈકોર્ટ.. પછી થયું આ..

ચીન સરકારના નેશનલ બ્યુરો ઓફ સ્ટેટિસ્ટિક્સ અનુસાર, 2020માં ચીનમાં 11.77 મિલિયન ઉઇગર મુસ્લિમો હતા. તેઓ મુખ્યત્વે ઉત્તર-પશ્ચિમ ચીનના શિનજિયાંગમાં રહે છે. જાન્યુઆરી 2021માં, ચીનની કમ્યુનિસ્ટ પાર્ટીએ ધાર્મિક સિદ્ધાંતો અને ઉપદેશોને આધુનિક ચીનના વિકાસ અને પ્રગતિ સાથે અનુરૂપ લાવવાનું આહ્વાન કર્યું. આ સમયગાળા દરમિયાન, “યુનાઇટેડ ફ્રન્ટ વર્ક” પરના નિયમો પ્રકાશિત કરવામાં આવ્યા હતા.

નોંધનીય છે કે, ચીનની સામ્યવાદી સરકાર ચીનમાં ઉઇગર મુસ્લિમો પર નવા નિયમો લાદીને દબાણ બનાવી રહી છે. ભારત સરકારે યુએનમાં ઘણી વખત આ અંગે પ્રશ્નો ઉઠાવ્યા છે. જ્યારે ઇસ્લામિક દેશ પાકિસ્તાન ભારત પર મુસ્લિમો પર અત્યાચારનો વારંવાર આરોપ લગાવતું રહે છે, પરંતુ ચીનમાં ઉઇગર મુસ્લિમો વિશે કોઈ ટિપ્પણી કરતું નથી. ઘણી વખત ઉઇગર મુસ્લિમોના નરસંહારના અહેવાલો પણ સામે આવ્યા છે.

Gaza Peace Talks: ગાઝા શાંતિ વાર્તા માટે ભારતને આમંત્રણ, PM મોદીએ મોકલ્યા પોતાના દૂત, જાણો આખરે શું છે પ્લાન?
Pakistan-Afghanistan border: અંગૂર અડ્ડાથી કુર્રમ સુધી તાલિબાન સામેની અથડામણમાં પાકિસ્તાની સેનાને આ પોસ્ટ્સ પર થયું સૌથી વધુ નુકસાન
Donald Trump: ભારત-પાક. યુદ્ધવિરામ પર ટ્રમ્પ નો ફરી જૂઠો દાવો, 200 ટકા ટેરિફ’ નો કર્યો ઉલ્લેખ
US-China Trade War: ટ્રમ્પના ચીન પર 100% ટેરિફથી ભારતના અર્થતંત્ર પર કેવી પડશે અસર? જાણો એક્સપર્ટ નો મત
Exit mobile version