Site icon

ચીનની ના’પાક’ સાજીશ… આપડા જ પૈસાથી ISI માટે જાસૂસી કેન્દ્ર સ્થાપ્યા.. ભારતે હજારો કરોડનું હવાલા રેકેટ પકડાયું.. 

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
28 નવેમ્બર 2020 

ચીન ભારત વિરુદ્ધ લડવા માટે પાકિસ્તાન ની ISI ની મદદ કરતું હોવાના આરોપો મુકાયા છે. પરંતુ પ્રથમ વાર ભારતે સબુત પણ શોધી કાઢયાં છે. 
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે, ચાઇનીઝ પીપલ્સ લિબરેશન આર્મીના નેતૃત્વ હેઠળ કથિત રૂ. 1000 કરોડના હવાલાની શોધ કરી છે.

Join Our WhatsApp Community

  
આ હવાલા મારફત પાકિસ્તાની જાસૂસી નેટવર્કને, ભારતમાં જાસૂસી નેટવર્ક સ્થાપિત કરવા માટે ટેકો આપ્યો હતો. આ રેકેટ દ્વારા ઉભા કરેલા નાણાં આઈએસઆઈને ભારતમાં વિનાશક પ્રવૃત્તિઓ કરવા માટે આપવામાં આવ્યા હતા. 

નોંધનીય છે કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ચાઇના હવાલા કૌભાંડ મામલે કેસ નોંધ્યો છે. ચીની નાગરિક લ્યુઓ સંગ ઉર્ફે ચાર્લી પેંગ અને અન્ય લોકો સામે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ) 2002 ની જોગવાઈઓ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. 

આ માટે ચીને વિદેશી રોકાણ અને કેટલીક શેલ કંપનીઓ બનાવી હવાલા દ્વારા રકમ ભેગી કરી હતી. છેલ્લાં 3 વર્ષથી આ રેકેટ ચાલી રહ્યું હતું ,જેમાં તબીબી અને ઇલેક્ટ્રોનિક ચીજો અને અન્ય વસ્તુઓની આયાત અને નિકાસમાં ચીની નાગરિક કરતો હતો. 

નોંધનીય છે કે ચાર્લી પેંગનની 2018 માં પણ દિલ્હી પોલીસના વિશેષ સેલ દ્વારા છેતરપિંડી અને બનાવટીના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. તેની ઉપર ગેરકાયદેસર મની ચેન્જર ચલાવવાનો પણ આરોપ હતો.

Iran Nuclear Radiation Alert: ઈરાન પર પરમાણુ વાદળો ઘેરાયા! IAEA અને તેહરાન વચ્ચે સંપર્ક તૂટતા ખળભળાટ; રેડિયેશનના લીધે લાખો લોકો પર મોટું જોખમ’.
Global Conflict Escalates: હવે બચવું મુશ્કેલ! અમેરિકા અને બ્રિટન સહિતની પંચશક્તિનો ઈરાન પર કહેર; મિસાઈલ અડ્ડાઓ પર ગમે ત્યારે થઈ શકે છે મોટો હુમલો.
US F-15 Crash Kuwait 2026: અકસ્માત કે હુમલો? કુવૈતમાં અમેરિકાનું F-15 વિમાન આગના ગોળામાં ફેરવાયું; ઈરાનના દાવાથી પેન્ટાગોનમાં મચી હલચલ.
PM Modi Call to Netanyahu: શું ભારત રોકશે ઈઝરાયેલ-ઈરાન મહાયુદ્ધ? પીએમ મોદી અને નેતન્યાહુ વચ્ચે મહત્વની ચર્ચા; ખાડી દેશોમાં શાંતિ માટે ભારતનો માસ્ટરપ્લાન..
Exit mobile version