News Continuous Bureau | Mumbai
એક તરફ ભારતમાં ભાજપ પોતાને દેશનો ચોકીદાર ગણાવે છે ત્યારે તેનાથી વિરુદ્ધ પાકિસ્તાનમાં વડાપ્રધાન પદ ગુમાવનારા ઈમરાન ખાનના સમર્થકો દેશમાં ઠેર ઠેર સમર્થન આપતી રેલીઓ કરી રહ્યા છે, આવી જ એક રેલીમાં તેના સમર્થકોએ “ચોકીદાર ચોર હેં”ના નારા લગાવ્યા હતા.
આજે પાકિસ્તાનમાં નવા વડાપ્રધાન ચૂંટાવાના છે. એ પહેલા પાકિસ્તાનમાં રસ્તા પર ઈમરાન ખાનના લાખો સમર્થકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. કરાંચીથી લાહોર સુધી ઈમરાનના સમર્થકોએ પ્રદર્શન કર્યા હતા અને ફરી ઈમરાનને વડા પ્રધાન બનાવવાની માગણી કરી હતી. આ દરમિયાન રેલીમાં “ચોકીદાર ચોર હેં”ના નારા પણ સાંભળવા મળ્યા હતા.
Pindi came out today againts chokidar chor hai #BajwaSurrender #BajwaTraitor #OfficialDGISPR #ImranKhan Chokidar chor hai pic.twitter.com/Ql8ocVRfno
— faizan ahmed (@faizan_ahmed33) April 11, 2022
આ સમાચાર પણ વાંચો : પાકીસ્તાનમાં ઇમરાન યુગ સમાપ્ત. આ શરીફ બદમાશ બનશે વડાપ્રધાન.
રવિવારના પાકિસ્તાનના રાવલપિંડીમાં પાકિસ્તાન તહરીક એ ઈંસાફ(PTI) પાર્ટીના નેતાએ એક રેલી સંબોધી હતી, જેમાં “ચોકીદાર ચોર હેં”ના નારા લગાવવામાં આવ્યા હતા. આ નારા પાકિસ્તાનની સેના વિરુદ્ધ લગાવવામાં આવ્યા હોવાનું કહેવાય છે.
અહીં ઉલ્લેખનીય છે કે ઇમરાનની ખુરશી હટાવવા પાછળ પાકિસ્તાનની સેના અને સેના પ્રમુખ જનરલ બાજવાનો હાથ હોવાનું માનવામાં આવે છે.