Site icon

લો બોલો! ઈમરાન ખાનના સમર્થકોએ પાકિસ્તાનમાં લગાવ્યા “ચોકીદાર ચોર હેં”ના નારા.. જુઓ વિડીયો, જાણો વિગતે…

News Continuous Bureau | Mumbai

એક તરફ ભારતમાં ભાજપ પોતાને દેશનો ચોકીદાર ગણાવે છે ત્યારે તેનાથી વિરુદ્ધ પાકિસ્તાનમાં વડાપ્રધાન પદ ગુમાવનારા ઈમરાન ખાનના સમર્થકો દેશમાં ઠેર ઠેર સમર્થન આપતી રેલીઓ કરી રહ્યા છે, આવી જ એક રેલીમાં તેના સમર્થકોએ “ચોકીદાર ચોર હેં”ના નારા લગાવ્યા હતા.

Join Our WhatsApp Community

આજે પાકિસ્તાનમાં નવા વડાપ્રધાન ચૂંટાવાના છે. એ પહેલા પાકિસ્તાનમાં રસ્તા પર ઈમરાન ખાનના લાખો  સમર્થકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. કરાંચીથી લાહોર સુધી ઈમરાનના સમર્થકોએ પ્રદર્શન કર્યા હતા અને ફરી ઈમરાનને વડા પ્રધાન બનાવવાની માગણી કરી હતી. આ દરમિયાન રેલીમાં “ચોકીદાર ચોર હેં”ના નારા પણ સાંભળવા મળ્યા હતા.

 

 

આ સમાચાર પણ વાંચો :  પાકીસ્તાનમાં ઇમરાન યુગ સમાપ્ત. આ શરીફ બદમાશ બનશે વડાપ્રધાન.

રવિવારના પાકિસ્તાનના રાવલપિંડીમાં પાકિસ્તાન તહરીક એ ઈંસાફ(PTI) પાર્ટીના નેતાએ એક રેલી સંબોધી હતી, જેમાં “ચોકીદાર ચોર હેં”ના નારા લગાવવામાં આવ્યા હતા. આ નારા પાકિસ્તાનની સેના વિરુદ્ધ લગાવવામાં આવ્યા હોવાનું કહેવાય છે.

અહીં ઉલ્લેખનીય છે કે ઇમરાનની ખુરશી હટાવવા પાછળ પાકિસ્તાનની સેના અને સેના પ્રમુખ જનરલ બાજવાનો હાથ હોવાનું માનવામાં આવે છે.

H-1B Visa: નિયમો બદલાયા: H-1B વિઝા ધારકોને અમેરિકામાં કાયમી રહેવું મુશ્કેલ! જાણો ટ્રમ્પ પ્રશાસન નો આ શું છે નવો પ્લાનિંગ?
US Shutdown: ટ્રમ્પનો ઝડપી નિર્ણય: શટડાઉન સમાપ્ત કરવા સેનેટે બિલ પસાર કર્યું, ટ્રમ્પે તરત જ કાયદા પર કરી દીધી સહી
Donald Trump: મોટો ખુલાસો: જો વિદેશી વિદ્યાર્થીઓ નહીં આવે તો અમેરિકાની યુનિવર્સિટીઓ તૂટી પડશે! ટ્રમ્પનું ચોંકાવનારું નિવેદન
Islamabad Court: પાકિસ્તાનમાં ઇસ્લામાબાદ કોર્ટ પાસે આત્મઘાતી હુમલો, આગનો ગોળો બની કાર… ધમાકામાં થયા આટલા લોકો નાં મોત
Exit mobile version