ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 17 ડિસેમ્બર 2021
શુક્રવાર.
વધતી જતી ગ્લોબલ વોર્મિગની અસર દુનિયાના સૌથી ઠંડા ગણાતા આર્કેટિક વિસ્તારમાં થવા લાગી છે.
આર્કેટિકના એક ભાગમાં રેકોર્ડતોડ સૌથી વધુ ૩૮ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધતા હવામાન વિજ્ઞાનીઓ અને નિષ્ણાતો આશ્ચર્યમાં પડયા છે.
જો કે આ તાપમાન ગત જુન મહિનામાં જોવા મળ્યું હતું પરંતુ યુએનની વિશ્વ હવામાન સંસ્થાએ હવે તેની પુષ્ટી કરતા બરફ પિગળવાથી પૃથ્વીના વિનાશની આગાહી સાચી પડતી જણાય છે.
આ તાપમાન સાઇબેરિયાના વર્ખોયાન્સ્કમાં જોવા મળ્યું હતું. સમગ્ર વિસ્તારમાં ગરમીનો પારો સરેરાશ કરતા ૧૦ ડિગ્રી વધારે જોવા મળ્યો હતો.
આ એક એવી અસામાન્ય ઘટના છે જેનાથી સમગ્ર વિસ્તારના શિયાળાને લાંબા ગાળે ખતમ કરી નાખશે.
ઉલ્લેખનીય છે પૃથ્વીના કોઇ પણ એક મોટા ભૂભાગમાં તાપમાનમાં વધઘટ થાય તેની અસર સમગ્ર પૃથ્વી પર થાય છે.
મમતા દીદીનો વરતારો ભાજપ હવે આખા દેશમાં હારશે.