Cluster bombs: રશિયા-યુક્રેન યુદ્ધમાં ક્લસ્ટર બોમ્બનો ઉપયોગ અત્યંત વિનાશકારી પુરવાર થશે

Cluster bombs: ક્લસ્ટર બોમ્બ(Cluster Bomb) નાના હોય છે.એ એવા શસ્ત્રો છે જેમાં કન્ટેનરનો સમાવેશ થાય છે જે હવામાં ખુલે છે અને વિશાળ વિસ્તાર પર મોટી સંખ્યામાં વિસ્ફોટક સબમ્યુનિશન અથવા "બોમ્બલેટ્સ" ના સ્વરુપમાં વેરવિખેર થાય છે. મોડેલ પર આધાર રાખતા, સબમ્યુનિશનની સંખ્યા કેટલાક ડઝનથીલઈ ૬૦૦થી પણ વધુ સુધી બદલાઈ શકે છે.

by Dr. Mayur Parikh
Cluster bombs: The use of cluster bombs in a Russia-Ukraine war would prove extremely devastating

News Continuous Bureau | Mumbai
Cluster bombs: રશિયા-યુક્રેન વચ્ચેના યુદ્ધ(Russia Ukraine war) ને ૫૦૦ દિવસ કરતા વધારે દિવસો વીતી ગયા છે ને યુદ્ધના અંતનો કોઈ અણસાર જણાતો નથી. યુક્રેનને લશ્કરી સહાય પૂરી પાડતા રાષ્ટ્રો પાસેનો શસ્ત્રભંડાર ખૂટી રહ્યો છે. યુક્રેન પાસે હથિયારોની અછત છે અને યુક્રેન માટે અનામત રાખેલા શસ્ત્રોની સંખ્યા પણ અમેરિકા પાસે ઘટી ચૂકી છે એવો ખુલાસો અમેરિકાના પ્રમુખ જો બાયડેન(Joe Biden) એ હાલમાં શહેરમાં કર્યો હતો.રશિયા સામે લડવા માટે બાયડેન વહીવટીતંત્રએ પોતાની પ્રતિબદ્ધતા દર્શાવતા યુક્રેનને ક્લસ્ટર મ્યુનિસન્સ- ક્લસ્ટર યુદ્ધસામગ્રી- પુરી પડવાની શરૂઆત કરી દીધી છે. અને યુક્રેનએ એ શસ્ત્રોનો ઉપયોગ કરવો શરુ પણ કરી દીધો છે. યુક્રેન ઘણા વખત થી અમેરિકા પાસે પ્રતિબંધિત ક્લસ્ટર મ્યુનિસનની માંગણી કરી રહ્યું છે. તે માટે અમેરિકા પર પુષ્કળ દબાણ પણ કરી ચૂક્યુ છે. યુક્રેનની દલીલ છે કે આ શસ્ત્ર તેને કાઉન્ટર ઓફેન્સિવ મા મદદ કરશે. આના ઉપયોગ પોતાના સૈનિકો દ્વારા બંકર મા છુપાયેલા રશિયન સૈનિકો(Russian army) ને નિશાન બનાવવા માનવશક્તિ અને તોપખાના-આર્ટિલરીના તેના ગેરફાયદાને દૂર કરવા માટે મદદ રુપ પુરવાર થશે.
રશિયા યુક્રેન સાથેના તેના કહેવાતા સ્પેશિયલ ઓપરેશનની શરુઆતથી જ ક્લસ્ટર બોમ્બનો ઉપયોગ કરી રહ્યુ છે. જેણે યુક્રેનમા મહાવિનાશ નોતર્યો છે. યુક્રેન પણ હવે અમેરિકા(USA) દ્વારા પુરા પડાયેલા આ શસ્ત્રનો ઉપયોગ કરી રહ્યુ છે. દાયકાઓથી ક્લસ્ટર મ્યુનિશનની સતત સમસ્યા રહી છે. આ શસ્ત્રોની વ્યાપક વિસ્તારની અસરો અને મોટી સંખ્યામાં સબમ્યુનિશન કે જે હેતુ મુજબ વિસ્ફોટ કરવામાં નિષ્ફળ જાય છે તેના કારણે મોટી સંખ્યામાં નાગરિક જાનહાનિ થઈ છે. જો કે માત્ર મર્યાદિત સંખ્યામાં દેશોએ વાસ્તવમાં ક્લસ્ટર શસ્ત્રોનો ઉપયોગ કર્યો છે, ઘણા પાસે આ શસ્ત્રો તેમના ભંડારમાં છે. જો વર્તમાન સ્ટોકમાંના ક્લસ્ટર મ્યુનિશનનો એક અંશ પણ અન્ય દેશો અથવા બિન-રાજ્ય સશસ્ત્ર જૂથોમાં ઉપયોગમાં લેવાય છે અથવા ટ્રાન્સફર કરવામાં આવે છે, તો તેના પરિણામો એન્ટી પેર્સોનેલ માઈન્સ કરતાં ઘણા વધી શકે છે. ક્લસ્ટર બોમ્બ(Cluster Bomb) નાના હોય છે.એ એવા શસ્ત્રો છે જેમાં કન્ટેનરનો સમાવેશ થાય છે જે હવામાં ખુલે છે અને વિશાળ વિસ્તાર પર મોટી સંખ્યામાં વિસ્ફોટક સબમ્યુનિશન અથવા “બોમ્બલેટ્સ” ના સ્વરુપમાં વેરવિખેર થાય છે. મોડેલ પર આધાર રાખતા, સબમ્યુનિશનની સંખ્યા કેટલાક ડઝનથીલઈ ૬૦૦થી પણ વધુ સુધી બદલાઈ શકે છે. ક્લસ્ટર મ્યુનિશન એરક્રાફ્ટ, આર્ટિલરી અને મિસાઈલો દ્વારા ડિલીવર કરી શકાય છે. મોટાભાગની સબમ્યુનિશન અસર પર વિસ્ફોટ કરવાના હેતુથી હોય છે. મોટા ભાગના આ મ્યુનિસન્સ ફ્રી-ફોલિંગ છે, એટલે કે તેઓ લક્ષ્ય તરફ વ્યક્તિગત રીતે માર્ગદર્શિત હોતા નથી અર્થાત તેમા ગાઈડન્સ સિસ્ટમ હોતી નથી,તેથી તે અનિયંત્રિત છે.ખાસ કરીને આ શસ્ત્રનો ઉપયોગ સૈનિકોને મારવા, બખ્તીયાર વાહનો, ટેન્કો, રનવે, પાવર લાઇન અથવા અન્ય લક્ષ્યોને નષ્ટ કરવા માટે ઉપયોગમા લેવાય છે. કેટલાક ક્લસ્ટર મ્યુનિશન રાસાયણિક અથવા જૈવિક એજન્ટો, જમીની સુરંગો-માઈન્સ અથવા પત્રિકાઓને પણ વિખેરી શકે છે.રહેણાક વિસ્તારો પર આ શસ્ત્રનો ઉપયોગ મોટે પાયે જાન-માલની હાનીનુ કારણ બની રહે છે. તે વિસ્તારમાં કોઈપણ વ્યક્તિ માર્યા જવાની અથવા ગંભીર રીતે ઘાયલ થવાની સંભાવના પ્રબળ રહેલી હોય છે. યુદ્ધ દરમિયાન ક્લસ્ટર શસ્ત્રોની આડેધડ અસર માત્ર અડધી સમસ્યા છે. સૌથી મોટી સમસ્યા જમીનમાં વિસ્ફોટ ન થયેલા ક્લસ્ટર શસ્ત્રોછે. યુદ્ધમાં માત્ર ક્લસ્ટર બોમ્બ અંધાધૂંધ જ નથી, પરંતુ યુદ્ધના અંત પછી પણ તે અત્યંત ઘાતક પુરવાર થાય છે, ક્લસ્ટર બોમ્બ, લેન્ડમાઇન્સની જેમ, તેમના ઉપયોગ પછી લાંબા સમય સુધી નાગરિકો માટે જોખમ ઊભું કરે છે. તે લોકોને ક્ષતિગ્રસ્ત કરી શકે છે. ક્લસ્ટર બોમ્બ પ્રતિબંધિત શસ્ત્ર છે.જેને એક કન્વેન્સ્ન – અધિવેશન દ્વારા પ્રતિબંધિત કરવામાં આવ્યુ છે. ક્લસ્ટર મ્યુનિશન્સ પરનું કન્વેન્શન એ ૧૧૧ થી વધુ રાષ્ટ્રોની આંતરરાષ્ટ્રીય સંધિ છે ને કુલ ૧૨૩ રાષ્ટ્રો એ પ્રતિબદ્ધતા દર્શાવી છે. ક્લસ્ટર બોમ્બના ઉપયોગ પરના પ્રતિબંધનો ઠરાવ ૩૦ મે ૨૦૦૮ ના દીને અપનાવવામાં આવ્યો હતો, ૩ ડિસેમ્બર૨૦૦૮ના રોજ હસ્તાક્ષર કરાયા હતા અને ૧ ઓગસ્ટ ૨૦૧૦ ના રોજ અમલમાં તેને લાવવામાં આવ્યો. અમેરિકા, રશિયા યુક્રેન , ભારત ,પાકિસ્તાન, ઈઝરાયલ આ સંધિમાં સામેલ થયા નથી. ક્લસ્ટર યુદ્ધાભ્યાસનો સૌપ્રથમ ઉપયોગ બીજા વિશ્વયુદ્ધમાં જર્મની દ્વારા કરવામાં આવ્યો હતો અને હાલમાં સંગ્રહિત ક્લસ્ટર યુદ્ધાભ્યાસનો મોટો હિસ્સો શીત યુદ્ધના સંદર્ભ માટે તૈયાર કરવામાં આવ્યો હતો. તેમનો મુખ્ય હેતુ વિશાળ વિસ્તારમાં વિખરાયેલા ટેન્ક અથવા પાયદળ જેવા બહુવિધ લશ્કરી લક્ષ્યોને નષ્ટ કરવાનો અને સૈનિકોને મારવા અથવા ઇજા પહોંચાડવાનો હતો. તે પછીના વર્ષોમાં ઓછામાં ઓછા ૧૫ દેશોએ તેનો ઉપયોગ કર્યો છે, રોઇટર્સ અનુસાર. તેમાં ઓસ્ટ્રિયા, ઇથોપિયા, ફ્રાન્સ, ઇઝરાયેલ, મોરોક્કો, નેધરલેન્ડ, બ્રિટન, રશિયા અને અમેરિકનો સમાવેશ થાય છે. વિયેતનામ યુદ્ધ દરમિયાન, અમેરિકાએ સામ્યવાદી દળો સામે અને હો ચી મિન્હ ટ્રેઇલ સાથેના તેમના પુરવઠાના પ્રવાહ સામે પોતાના ગુપ્ત યુદ્ધ દરમિયાન પડોશી લાઓસ પર ૨૭મિલિયન જેટલા ક્લસ્ટર શસ્ત્રોનો ઉપયોગ કર્યો હતો.૧૯૭૩માં બોમ્બ ધડાકાઓ પૂરા થયા ત્યારથી ૨૫૦૦૦ થી વધુ લોકો વિસ્ફોટ વિનાના ઓર્ડનન્સ દ્વારા માર્યા ગયા અથવા ઘાયલ થયા હતા. ૧૯૯૦ ના દાયકામાં બાલ્કન યુદ્ધોમાં પણ ક્લસ્ટર યુદ્ધાભ્યાસનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ૧૯૮૦ના દાયકામાં રશિયનોએ અફઘાનિસ્તાન પર તેના ૧૦ વર્ષના આક્રમણ દરમિયાન ક્લસ્ટર બોમ્બનો ભારે ઉપયોગ કર્યો હતો. દાયકાઓના યુદ્ધના પરિણામે, અફઘાનિસ્તાન દેશ વિશ્વના સૌથી ભારે જમીની સુરંગો-માઈન્સ ધરાવતા દેશોમાંનો એક દેશ છે.

આ સમાચાર પણ વાંચો : Mumbai Metro: ભારે વરસાદનો ફાયદો થયો મુંબઈ મેટ્રોને, માત્ર 3 દિવસમાં કરી કરોડોની કમાણી.. જાણો આંકડો..

સીરિયન ગૃહયુદ્ધમાં, સીરિયન સરકારના સૈનિકોએ રશિયન દ્વારા પૂરા પાડવામાં આવેલ ક્લસ્ટર શસ્ત્રો નો વારંવાર ઉપયોગ કર્યો હતો.સાલ ૧૯૮૨મા ઇઝરાયેલે દક્ષિણ લેબનોનના નાગરિક વિસ્તારોમાં ક્લસ્ટર બોમ્બનો ઉપયોગ કર્યોહતો, આક્રમણ દરમિયાન ઇઝરાયેલના સૈનિકોને રાજધાની બેરૂત સુધી પહોંચતા જોયા હતા.ઇઝરાયેલે દક્ષિણ લેબનોનમાં ખાસ કરીને સાલ ૨૦૦૬મા હિઝબુલ્લા સાથેના યુદ્ધ દરમિયાન.નાગરિક વિસ્તારોમાં ક્લસ્ટર બોમ્બનો ઉપયોગ કર્યો હતો, યમનમાં સાઉદીની આગેવાની હેઠળના ગઠબંધનને હુથી બળવાખોરો સાથેના સંઘર્ષમાં ક્લસ્ટર બોમ્બનો ઉપયોગ કરવા બદલ ટીકાનો સામનો કરવો પડ્યો હતો.યમનમાં સાઉદીની આગેવાની હેઠળના ગઠબંધનની ઈરાન સમર્થિત હુથી ળવાખોરો સાથેના યુદ્ધમાં ક્લસ્ટર બોમ્બના ઉપયોગ માટે ટીકા કરવામાં આવી છે જેણે દક્ષિણ અરબી દેશને તબાહ કર્યો છે.સાલ ૨૦૧૭ માં, યમન,સીરિયા પછી ક્લસ્ટર મ્યુનિશન નો ભોગ બનનાર બીજો દેશ બન્યો હતો, યુ.એન. અનુસાર મૂળ રૂપે શસ્ત્રો દ્વારા હુમલા થયા.પછી ઘણા સમયથી બાળકો માર્યા ગયા છે અથવા અપંગ થયા છે, જેના કારણે સાચા નુકસાનના આંકડાને જાણવો મુશ્કેલ બન્યો છે. સાલ ૨૦૦૧માં અફઘાનિસ્તાન યુદ્ધ દરમિયાન, અમેરિકાએ ક્લસ્ટર બોમ્બને મહત્વપૂર્ણ ગણાવ્યા હતા. એચઆરડબ્લ્યુના જણાવ્યા મુજબ, ૨૦૦૧ની સાલ માં શરૂ થયેલા અફઘાનિસ્તાન પરના આક્રમણ દરમિયાન યુ.એસ. શરૂઆતમાં ક્લસ્ટર બોમ્બને તેના શસ્ત્રાગારનો એક અભિન્ન ભાગ માનતો હતો. પ્રથમ ત્રણ વર્ષમાં, એવો અંદાજ છે કે યુએસની આગેવાની હેઠળના ગઠબંધને અફઘાનિસ્તાનમાં ૧૫૦૦ કરતાં વધુ ક્લસ્ટર બોમ્બ ફેંક્યા હતા.અમેરિકાએ છેલ્લે વર્ષ૨૦૦૩માં ઈરાક સાથેના યુદ્ધ દરમિયાન ક્લસ્ટર બોમ્બનો ઉપયોગ કર્યો હતો.તાજેતરનો ઇતિહાસ અમેરિકાની આ નકારાત્મક મૂલ્યાંકનની પુષ્ટિ કરે છે. વિયેતનામ, લાઓસ, કંબોડિયા, ઈરાક, કુવૈત, સર્બિયા, કોસોવો અને અફઘાનિસ્તાન જેવા દેશોમાં અમેરિકના “ક્લસ્ટર યુદ્ધાભ્યાસ”એ પારાવાર માનવીય દુઃખની નિશાની છોડી છે. ગયા વર્ષે, અમેરિકાએ ૬૫ થી વધુ દેશોમાં ક્લસ્ટર મ્યુનિશન સહિત પરંપરાગત શસ્ત્રોને દૂર કરવા- સાફ કરવા માટે ૩૭૫ મિલિયન કરતાં વધુ નાણાંનો ખર્ચ કર્યો હતો.ક્લસ્ટર મ્યુનિશનનો ઉપયોગ વિશ્વમા જે શસ્ત્રસંઘર્ષો મા રશિયા-અમેરિકા-નાટો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સંડોવાયેલા હોય તેમા અચૂક થતો આવી રહ્યો છે. રશિયા-યુક્રેન યુદ્ધમાં આ વિનાશક શસ્ત્ર ઉપયોગમા રશિયા-યુક્રેન તરફથી લેવાઇ રહ્યુ છે. ગત અઠવાડિયે રશિયાના પ્રમુખ પુતિને યુક્રેન,અમેરિકા તથા નાટો રાષ્ટ્રોને ધમકી આપી છે કે રશિયા પાસે પુરતા પ્રમાણમા ક્લસ્ટર બોમ્બ છે ને હવે તે ઉપયોગ કરતા ખચકાસે નહીં. રશિયાની આ ધમકી આવનાર વિનાશનો સૌથી મોટો સંકેત છે. યુક્રેન તેની બરબાદી અવગણી રહ્યુ છે. એક હકીકત યુક્રેનએ સમજવી જરુરી છે કે તે પાયમાલ થઈ ચૂક્યું છે. અમેરિકા –નાટોના શસ્ત્રો તેને વધારે સમય સૌથી રશિયા સામે ટકાવી શક્શે નહી. યુક્રેનનીઆડમાં અમેરિકા તથા પશ્ચિમી રાષ્ટ્રો પોતાનો “સ્વાર્થ”સાધી રહ્યા છે. ભોગવવાનુ યુક્રેનએ છે. યુક્રેને માત્ર રશિયન દુશ્મન સૈનિકોની એકાગ્રતાને દૂર કરવા માટે વિવાદાસ્પદ બોમ્બનો ઉપયોગ કરવાનું વચન આપ્યું છે પણ હકીકત કઈ જુદી છે.ક્લસ્ટર મ્યુનિસનના ઊપયોગની રશિયન સંરક્ષણાત્મક રચનાઓ અને દાવપેચ પર અસર પડી રહી છે તેવુ કહેવાઇ રહ્યુ છે.પણ રશિયા આના કારણે વધુ ઉશ્કેરાઇ રહ્યું છે. અને પોતાના અત્યંતવિનાશક શસ્ત્રોનો ઉપયોગ યુક્રેન વિરુદ્ધ કરી રહ્યુ છે. યુક્રેન માટે યુદ્ધમાં ક્લસ્ટર બોમ્બનો ઉપયોગ દુઃસ્વપ્ન પુરવાર થશે તેવું સ્પષ્ટ પણે દર્શાઇ રહ્યુ છે.

Mr. Mitin Sheth

Mr. Mitin Sheth

 

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More