ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૬ જૂન ૨૦૨૧
બુધવાર
પોર્ટુગલના સ્ટાર ફૂટ બોલર ક્રિસ્ટિઆનો રોનાલ્ડોને કારણે કોલોકોલા કંપનીને ૪ અરબ ડોલર એટલે કે આશરે ૩૦ હજાર કરોડનું જંગી નુકસાન થયું છે. આ ઘટના પોર્ટુગલ ટીમની યુરો 2020ની હંગેરી સામેની મેચ પહેલા બની હતી. સ્ટાર સ્ટ્રાઈકરે તેની સામે પડેલી કોકાકોલાની બે બોટલ હતી હટાવી દીધી હતી અને તેને કારણે કંપનીના શેરમાં જબરદસ્ત કડાકો થયો હતો.
હકીકતે યુરો કપની ડિફેન્ડિંગ ચેમ્પિયન પોર્ટુગલ ટીમનો કેપ્ટન ક્રિસ્ટિઆનો રોનાલ્ડો મેચ પહેલા પ્રેસ કોન્ફરન્સમાં કોલ્ડ ડ્રિંક જોઇને નારાજ થયો હતો. તેની સામે કોકાકોલાની બોટલો જોઇને તેણે નારાજગી વ્યક્ત કરી. રોનાલ્ડોએ ગુસ્સમાં કહ્યું હતું કે "કોલ્ડ ડ્રિંક (કોકાકોલા) નહીં, આપણે પાણી પીવાની આદત પાડવી જોઈએ." 36 વર્ષનો રોનાલ્ડો ફિટ રહેવા માટે દરેક પ્રકારના ઠંડા પીણાથી દૂર રહે છે.
કોકાકોલા 11 દેશોમાં રમાયેલી યુરો 2020નું સત્તાવાર પ્રાયોજક છે. કોકા-કોલાએ તેની બ્રાંડ વેલ્યુ વધારવા માટે તમામ પ્રેસ કોન્ફરન્સમાં કોકની બોટલો પ્રદર્શિત કરવાનો નિર્ણય લીધો હતો. હંગેરી સામેની મેચ પહેલા જ્યારે રોનાલ્ડો અને પોર્ટુગલના કોચ ફર્નાન્ડો સાન્તોસ પ્રેસ કોન્ફરન્સ માટે પહોંચ્યા ત્યારે કોકાકોલાની 2 બોટલો ટેબલ પર પહેલેથી પડી હતી. શિસ્તબદ્ધ આહાર માટે જાણીતા રોનાલ્ડો કોકાકોલાની બોટલ જોયા રોષે ભરાયો હતો અને તરત જ તેને દૂર કરી હતી.
રોનાલ્ડોના આ પગલાથી કોકાકોલા કંપનીની વિરુદ્ધ વાતાવરણ ઊભું થયું હતું અને તેની અસર કંપનીના શેરના ભાવ પર પડી હતી. એક અહેવાલ મુજબ, સોમવારે 3 વાગ્યે જ્યારે યુરોપમાં શેર બજાર ખુલ્યું ત્યારે તે સમયે કોકા-કોલાના શેરની કિંમત 56.10 યુએસ ડોલર હતી, પરંતુ ટૂંક સમયમાં તે ઘટીને 55.22 ડોલર થઈ ગઈ છે. આનાથી કોકાકોલાની માર્કેટ વેલ્યુએશનમાં 4 બિલિયન અથવા ઘટાડો થયો છે.