ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો.
મુંબઈ, 25 ઓક્ટોબર, 2021.
સોમવાર.
એક તરફ ભારતમાં કોરોના નિયંત્રણમાં આવી રહ્યો છે.એવામાં દુનિયાભરમાં કોરોના ફેલાવનારા ચીનની હાલત ફરી ખરાબ થઈ ગઈ છે. રાજધાની બીજિંગમા ફરી કોરોનાએ માથુ ઉંચક્યું છે, તેને પગલે અહીં લોકડાઉન લાદી દેવામાં આવ્યું છે. ઓફિસ, સ્કૂલ, કોલેજ, બજાર, ફલાઈટ વગેરે તમામ સેવા બંધ કરી દેવામાં આવી છે. શહેરમાં ના કોઈ આવી શકે છે, ના કોઈ અહીંથી બહાર જઈ શકે છે.
આરોગ્ય ખાતાએ આગામી દિવસોમાં કેસમાં હજી વધારો થવાની શકયતા વ્યકત કરી છે તેથી જિનપિંગ સરકારનું ટેન્શન વધી ગયું છે. ચીનના નેશનલ હેલ્થ કમિશનના અધિકારી વૂ લિયાંગયૂએ રવિવારે જણાવ્યું હતું કે દેશમાં ફેલાઈ રહેલા ચેપ વિદેશથી ડેલ્ટા વેરિયન્ટને કારણે આવી રહ્યો છે.
સૌથી મોટા મુસ્લિમ દેશના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિની પુત્રી હિન્દુ ધર્મ અપનાવશે, જાણો શું છે કારણ
ચીનના કહેવા મુજબ કોરોનાનો ચેપ 17 ઓક્ટોબરથી લઈને અઠવાડિયામાં જ દેશના 11 પ્રાંતોમાં ફેલાઈ ગયો છે. મોટાભાગના ચેપી લોકોની ક્રોસ-રીજન ટ્રાવેલ હિસ્ટ્રી છે. મહામારીથી પ્રભાવિત વિસ્તારોને ઈમરજન્સી મોડ પર નાખી દેવામાં આવ્યા છે.
બીજિંગની સાથે જ ગાંસુ પ્રાંતના અમુક શહેરોમાં જેમાં લાનઝાઉ અન ઈનર મંગોલિયામાં કોરોના ઝડપથી ફેલાઈ રહ્યો છે. તેથી બસ-ટેક્સી સેવા બંધ કરી દેવામાં આવી છે. દુનિયાભરમાં જયાંથી કોરોના ફેલાયો હતો તે વુહાનમાં મેરાથોન હતી, તેને પણ રદ કરી દેવામાં આવી છે. ચીનમાં રવિવારે 43 નવા કેસ અને શનિવારે 26 નવા કેસ નોઁધાયા હતા.
ચીનમાં ફરી કોરોનાએ ઉથલો માર્યો છે ત્યારે એક રિપોર્ટ મુજબ ચીને પોતાની 75.6 ટકા વસતીને કોવિડ-19ની વેક્સિન આપી દીધી છે. ચીન હવે વરિષ્ઠ નાગરિકોને બુસ્ટર ડોઝ આપી રહ્યું છે.