ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 29 નવેમ્બર, 2021
સોમવાર
દુનિયાના અલગ અલગ દેશો માં ફરી થી કોરોના આ માથું ઊંચક્યું હોય તેવું લાગી રહ્યું છે, દક્ષિણ આફ્રિકામાં મળેલો કોરોનાનો નવો વેરિયેન્ટ ‘ઓમિક્રોન’ ઝડપથી દુનિયામાં ફેલાઈ રહ્યો છે ત્યારે. હોંગકોંગ અને બોત્સવાના પછી ઇઝરાયેલ અને બેલ્જિયમમાં પણ નવા વેરિયન્ટથી સંક્રમિત લોકો મળ્યાં છે. આ પહેલાં WHOએ નવા વેરિયન્ટ પર ઈમરજન્સી મીટિંગ બોલાવી હતી. ફ્રાંસે 48 કલાક માટે દક્ષિણ આફ્રિકાથી આવતી તમામ ફ્લાઈટને સસ્પેન્ડ કરી દીધી છે. ફ્રાંસના સ્વાસ્થ્ય મંત્રી ઓલિવિયર વેરને શુક્રવારે કહ્યું કે કેટલાંક આફ્રિકિ દેશમાં કોરોનાના નવા વેરિયન્ટ મળ્યાં બાદ આ નિર્ણય લેવાયો છે.
બેલ્જિયમમાં ઈજિપ્તથી તુર્કી થઈને પોતાના દેશ પરત ફરેલી એક યુવતીમાં 11 દિવસ પછી લક્ષણ જોવા મળ્યા છે, જ્યારે ઇઝરાયેલના હેલ્થ મિનિસ્ટ્રી મુજબ વિદેશથી આવેલા ત્રણ લોકોમાં નવા વેરિયન્ટના લક્ષણો જોવા મળ્યા છે, જેને કોરોન્ટાઈન કરવામાં આવ્યા છે. બેલ્જિયમના PM એલેકઝેન્ડર ડિ ક્રૂએ નવા વેરિયન્ટ મળ્યાં બાદ દેશમાં નાઈટ ક્લબ ત્રણ સપ્તાહ માટે બંધ કરી દીધા છે, જ્યારે કે બાર-રેસ્ટોરાં ખોલવાનો સમય પણ સીમિત કરી દીધો છે.
WHOની બેઠક પછી ઓર્ગેનાઈઝેશનના પ્રવક્તા ક્રિશ્ચિયન લિંડમેયરે કહ્યું કે પ્રાથમિક એનાલિસિસમાં ખ્યાલ આવ્યો છે કે આ વેરિયન્ટમાં અનેક મ્યૂટેશન હોય શકે છે. જેનો વધુ અભ્યાસ કરવાની જરૂરિયાત છે. અમને તેની અસર સમજતા થોડાં સપ્તાહ થઈ શકે છે. રિસર્ચર્સ તેને વધુ સમજવાને લઈને કામ કરી રહ્યાં છે. શુક્રવારની મીટિંગ પછી નવા વેરિયન્ટ અંગે WHOએ સરકારો માટે કેટલીક ગાઇડન્સ જાહેર કરી છે, જેનાથી તેઓ આગામી એક્શન લઈ શકશે.
દક્ષિણ આફ્રિકા અને બોત્સવાનામાં મળેલા કોરોનાના નવા વેરિયન્ટને લઈને ખતરો વધી રહ્યો છે. બ્રિટિશ સાયન્ટિસ્ટ્સે પણ બોત્સવાનામાં મળેલા નવા વેરિયન્ટને લઈને ચેતવણી આપી હતી. જેમાં 32 મ્યૂટેશન થઈ રહ્યાં છે, જેના કારણે વેક્સિન પણ એટલી અસરકારક નથી. આ વેરિયન્ટ પોતાના સ્પાઈક પ્રોટીનમાં ફેરફાર કરીને ઘણી જ ઝડપથી ફેલાઈ રહ્યો છે. ભારત માટે ખતરાની વાત એ છે કે નવો સ્ટ્રેન હોંગકોંગ સુધી પહોંચી ગયો છે.
દક્ષિણ આફ્રિકાના નેશનલ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ફેક્શિયસ ડિઝિઝે જણાવ્યું કે- દેસમાં આ વેરિયન્ટના અત્યાર સુધીમાં 22 કેસ સામે આવ્યા છે. વૈજ્ઞાનિકે તેને B.1.1.529 નામ આપ્યું છે. તેને વેરિયન્ટ ઓફ સીરિયસ કન્સર્ન ગણાવ્યું છે. WHOમાં કોરોના મામલાના ટેકનિકલ પ્રમુખ ડૉ. મારિયા વાન કેરખોવે કહ્યું કે અમે આ વેરિયન્ટ અંગે વધુ નથી જાણતા. મલ્ટીપલ મ્યૂટેશનના કારણે વાયરસના બિહેવિયરમાં બદલાવ થઈ રહ્યો છે અને તે ચિંતાની વાત છે.
બ્રિટને નવા વેરિયન્ટના ખતરાને જોતા આફ્રિકાના 6 દેશોમાંથી આવતી ફ્લાઈટ્સ પર હાલ પ્રતિબંધ મુક્યો છે. જેમાં દક્ષિણ આફ્રિકા, નામીબિયા, બોત્સવાના, ઝિમ્બાબ્વે, લિસોથો અને એસવાટિની સામેલ છે. બ્રિટનના હેલ્થ સેક્રેટરી સાજિદ જાવિદે જણાવ્યું- દેશની હેલ્થ એજન્સી નવા વેરિયન્ટની તપાસ કરી રહી છે. અમને વધુ ડેટાની જરૂરિયાત છે પરંતુ અમે સાવધાની રાખી રહ્યાં છીએ. આ 6 આફ્રિકિ દેશોને રેડ લિસ્ટમાં મુકવામાં આવશે અને બ્રિટન આવતા યાત્રિકોને કોરોન્ટિન કરવામાં આવશે.
સાઉથ આફ્રિકાથી હોંગકોંગ પહોંચેલા લોકોમાં પણ આ વેરિયન્ટના સંક્રમણ મળી આવ્યા છે. નવા વેરિયન્ટ સૌથી પહેલાં રીગલ એરપોર્ટ હોટલમાં રોકાયેલા 2 લોકોમાં જોવા મળ્યા. હોંગકોંગના સેન્ટર ફોર હેલ્થ પ્રોટેક્શન (CHP) મુજબ તપાસમાં જાણમાં આવ્યું છે કે બંને કેસ B.1.1.529 વેરિયન્ટના જ છે. પહેલાં શખ્સે એર વોલ્વવાળા માસ્ક પહેર્યું હતું અને આ માસ્કના કારણે જ બીજી વ્યક્તિમાં વાયરસનું સંક્રમણ પહોંચ્યું.
હોંગકોંગ, બોત્સવાના અને ઇઝરાયેલથી આવતા યાત્રિકોની તપાસ માટે તમામ એરપોર્ટ્સને નિર્દેશ આપવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારે રાજ્યોને વિશેષ સતર્કતા દાખવવાના નિર્દેશ આપ્યા છે. રાજ્યોને કહેવામાં આવ્યું છે કે દક્ષિણ આફ્રિકા, હોંગકોંગ, બોત્સવાના અને ઇઝરાયેલથી આવતા યાત્રિકોની યોગ્ય રીતે તપાસ કરવામાં આવે. કોઈ પણ પ્રકારની બેદરકારી ન દાખવવામાં આવે.
રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશને લખેલા એક લેટરમાં હેલ્થ સેક્રેટરી રાજેશ ભૂષણે કહ્યું કે- પોઝિટિવ મળી આવતા સેમ્પલ્સને તાત્કાલિક જીનોમ સીક્વેન્સિંગ લેબોરેટરીમાં મોકલવામાં આવે. દેશના નેશનલ સેન્ટર ફોર ડિઝિઝ કંટ્રોલે પણ આ વેરિયન્ટને લઈને સતર્ક કર્યા છે.
જર્મનીએ પણ સાઉથ આફ્રિકા આવતા-જતા નાગરિકોના ટ્રાવેલ પર બેન લગાડવાનો નિર્ણય કર્યો છે. જર્મનીના હેલ્થ મિનિસ્ટર જેન્સ સ્પોને શુક્રવારે કહ્યું કે- નવા નિયમ શુક્રવાર રાતથી લાગુ થશે, આફ્રિકાની આજુબાજુના દેશો પર પણ ટ્રાવેલ બેન લગાડવામાં આવી શકે છે. વેક્સિન લગાડવામાં આવી હોવા છતાં જર્મનીના નાગરિકો સ્વદેશ પહોંચ્યા બાદ 14 દિવસ સુધી કોરોન્ટિન રહેવું પડશે.
યુરોપિયન યુનિયનના સભ્ય દેશો વચ્ચે ટ્રાવેલ કરનારા લોકો માટે વેક્સિનની વેલિડિટી 9 મહિના કરવાનો પ્રસ્તાવ રાખ્યો છે. વેલિડિટી ખતમ થયા બાદ લોકોને બુસ્ટર ડોઝ લેવો જરૂરી હશે. પ્રસ્તાવમાં વેક્સિનેટેડ લોકોને કોવિડ નિયમોમાં છૂટ આપવાની વાત પણ કરવામાં આવી છે