ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 23 ફેબ્રુઆરી 2022,
બુધવાર,
દુનિયાભરના દેશોમાં વૈશ્વિક કોરોના મહામારી નબળી પડી રહી છે, પરંતુ હોંગકોંગમાં મહામારીએ ફરીવાર માથુ ઉચક્યું છે.
કોરોનાના સંક્ર્મણથી લોકોને બચાવવા માટે હવે અહીંના તમામ રહેવાસીઓનો કોરોના ટેસ્ટ કરાવવાનો આદેશ આપવામાં આવ્યો છે.
હોંગકોંગના નેતા કેરીલામે જણાવ્યું કંં માર્ચ મહિનામાં હોંગકોંગની વસ્તીનો ત્રણવાર કોરોના ટેસ્ટ કરવામાં આવશે.
આમ દરરોજ દસ લાખ લોકોનો ટેસ્ટ કરવામાં આવશે.
હોંગકોંગ પ્રશાસને આ નિર્ણય એવા સમયે લીધો છે જ્યારે 15 ફેબ્રુઆરીથી શહેરમાં દરરોજ કોરોનાના 15,000 થી વધુ નવા કેસ સામે આવી રહ્યા છે.