Site icon

અમેરિકામાં કોરોના ફરી સક્રીય, સ્કૂલો ચાલુ થતાજ ૧ સપ્તાહમાં ૧.૪૧ લાખ બાળકો થયા સંક્રમિત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 26 નવેમ્બર  2021

Join Our WhatsApp Community

શુક્રવાર.

અમેરિકામાં અત્યારસુધી ૪ કરોડ ૮૯ લાખ ૭૨ હજાર ૫૫૦ લોકોને કોરોના થઈ ચૂક્યો છે. હાલ અહીં ૯૩ લાખ ૮૬ હજાર ૬૧૧ એક્ટિવ કેસ છે. અમેરિકામાં ગઈકાલે ૧ લાખ ૪ હજાર ૮૧૯ કેસ નોંધાયા હતા અને ૧૫૯૪ લોકોનાં મોત થયાં હતાં. અમેરિકામાં અત્યારસુધીમાં ૭ લાખ ૯૮ હજાર ૨૪૫ લોકોનાં મોત થયાં છે. કોરોનાના વધતા કેસે અમેરિકાની ચિંતા ફરી વધારી છે. છેલ્લા બે દિવસથી અમેરિકામાં એક લાખથી વધારે કેસ નોંધાઈ રહ્યા છે. સ્કૂલો ખૂલતાં બાળકો કોરોનાનો ભોગ બની રહ્યાં છે. એમાંય અમેરિકન એકેડમી ઓફ પીડિયાટ્રિક્સના રિપોર્ટમાં એક ચોંકાવનાર વિગત સામે આવી છે. આ રિપોર્ટ મુજબ, તારીખ ૧૧થી ૧૮ નવેમ્બરના સપ્તાહમાં ૧ લાખ ૪૧ હજાર ૯૦૫ બાળક સંક્રમિત થયાં છે. બાળકોમાં સંક્રમણની ગતિમાં બે સપ્તાહની તુલનામાં ૩૨%નો વધારો જોવા મળ્યો છે. અત્યારસુધીમાં ૬૮ લાખ બાળક કોરોનાની ચપેટમાં આવી ગયાં છે. સેન્ટર ફોર ડિઝીસ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (ઝ્રડ્ઢઝ્ર)ના જણાવ્યા મુજબ, ઓક્ટોબર મહિનામાં ૫થી ૧૧ વર્ષનાં ૮૩૦૦ બાળકોને સંક્રમણ પછી હોસ્પિટલમાં દાખલ કરાયાં હતાં, જેમાંથી ૧૭૨ બાળક મોતને ભેટ્યાં હતાં. ઝ્રડ્ઢઝ્રએ કહ્યું હતું કે મહામારીની તીવ્ર ગતિને કારણે ૨૩૦૦ સ્કૂલ બંધ કરી દેવાઈ છે, જેનાથી ૧૨ લાખ બાળકના અભ્યાસ પર અસર પડી રહી છે. સ્કૂલો ખૂલતાંની સાથે જ સંક્રમણ બેકાબૂ થવા લાગ્યું છે, જે ચિંતાજનક છે.

India on Board of Peace:ટ્રમ્પની જાળમાં ફસાવા તૈયાર નથી પીએમ મોદી! ‘બોર્ડ ઓફ પીસ’ માં જોડાતા પહેલા ૧૦૦ વાર કેમ વિચારી રહ્યું છે ભારત? જાણો ૩ મુખ્ય કારણો
Russia-Ukraine War Update: મોસ્કોમાં વ્લાદિમીર પુતિન અને ટ્રમ્પના પ્રતિનિધિઓ વચ્ચે મોડી રાત સુધી ચાલી બેઠક; યુક્રેન શાંતિ કરાર પર અંતિમ મહોરની તૈયારી
US-Canada Tension: ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડાના પીએમ માર્ક કાર્નીનું ‘બોર્ડ ઓફ પીસ’નું આમંત્રણ પાછું ખેંચ્યું; દાવોસ વર્લ્ડ ઈકોનોમિક ફોરમમાં નવી રાજકીય લડાઈના એંધાણ.
US Withdraws from WHO: અમેરિકા વિના WHO પાંગળું? ટ્રમ્પના આદેશથી ફંડિંગ બંધ થતા જ વૈશ્વિક આરોગ્ય સંસ્થા આર્થિક કટોકટીમાં; જાણો શું થશે હવે આગળ.
Exit mobile version