Site icon

Donald Trump case: ડોનાલ્ડ ટ્રમ્પની મુશ્કેલી વધી! ચૂંટણી પહેલા માનહાનિ કેસમાં ડોનાલ્ડ ટ્રમ્પને કોર્ટે લેખક કેરોલને આટલા મિલિયન ચૂકવવાનો આપ્યો આદેશ..

Donald Trump case: મેનહટન ફેડરલ કોર્ટે ભૂતપૂર્વ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ જાતીય સતામણી અને માનહાનિના કેસમાં ચુકાદો આપ્યો છે. ટ્રમ્પ 2024માં રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર પણ છે…

Court orders Donald Trump to pay so much million to writer Jean Carroll in defamation case before election.

Court orders Donald Trump to pay so much million to writer Jean Carroll in defamation case before election.

News Continuous Bureau | Mumbai 

Donald Trump case: શુક્રવારે, મેનહટન ફેડરલ કોર્ટે ( Manhattan Federal Court ) ભૂતપૂર્વ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ જાતીય સતામણી અને માનહાનિના કેસમાં ( defamation case ) ચુકાદો આપ્યો છે. ટ્રમ્પ 2024માં રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર પણ છે. કોર્ટના આદેશ અનુસાર, ટ્રમ્પ માનહાનિ વળતર તરીકે લેખક ઇ. જીન કેરોલને ( E. Jean Carroll ) 83.3 મિલિયન ડોલર (692 કરોડ) આપશે. 

Join Our WhatsApp Community

કેરોલે માનહાનિ માટે $10 મિલિયનની ( Defamation compensation ) માંગણી કરી હતી, પરંતુ કોર્ટે $83.3 મિલિયન જેટલું વળતર આપવાનો આદેશ આપ્યો છે. ટ્રમ્પે નિર્ણય બાદ પોતાના નિવેદનમાં આ નિર્ણયને હાસ્યાસ્પદ ગણાવ્યો હતો અને કહ્યું હતું કે તે આ ચુકાદા સામે અપીલ કરશે.

એક અહેવાલ અનુસાર, જ્યુરી લગભગ ત્રણ કલાક સુધી વિચાર-વિમર્શ અને ચર્ચા કર્યા પછી નિર્ણય પર પહોંચી હતી. જ્યારે ચર્ચા શરૂ થઈ ત્યારે ટ્રમ્પ કોર્ટમાં હાજર હતા, પરંતુ અધવચ્ચે જ બહાર નીકળી ગયા હતા. કોર્ટમાં જ્યારે ચુકાદો વાંચવામાં આવ્યો ત્યારે ટ્રમ્પ ત્યાં ન હતા. જ્યુરીએ શોધી કાઢ્યું કે ટ્રમ્પે કેરોલ વિશે જે કહ્યું તેનાથી તેમની છબી ખરાબ થઈ છે.

  રેકોર્ડમાં બતાવવામાં આવશે કે ટ્રમ્પ ઉભા થયા અને કોર્ટમાંથી બહાર નીકળ્યાઃ જજ લુઈસ એ. કપલા..

આ આદેશમાં $65 મિલિયનના દંડાત્મક નુકસાનનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે . ઓર્ડરમાં $7.3 મિલિયન વળતર રુપે અને $11 મિલિયન પ્રતિષ્ઠાના નુકસાન માટે દંડનો સમાવેશ થાય છે. 77 વર્ષના ટ્રમ્પે આ નિર્ણય પર નારાજગી વ્યક્ત કરી છે. ટ્રમ્પે એ વાતનો પણ ઇનકાર કર્યો હતો કે તેમણે તેમના નિવેદનો દ્વારા કેરોલને નુકસાન પહોંચાડવા માટે કોઈને સૂચના આપી હતી.

આ સમાચાર પણ વાંચો : Bigg boss 17: બિગ બોસ 17 ની ટ્રોફી નો પહેલો લુક થયો જાહેર, સોશિયલ મીડિયા પર વાયરલ થઇ તસવીર

એક અહેવાલ મુજબ, વકીલ રોબર્ટા કેપ્લાને મેનહટન ફેડરલ કોર્ટમાં તેની સમાપ્તિ દલીલો શરૂ કર્યાની થોડી મિનિટો પછી, ટ્રમ્પ અચાનક બચાવ બાજુએથી તેમની સીટ પરથી ઉભા થયા અને બહાર નીકળવા લાગ્યા હતા. અંતિમ દલીલો દરમિયાન, જ્યારે લેખક ઇ. જીન કેરોલના વકીલે જ્યુરીને તેમના ક્લાયન્ટને નુકસાની આપવા વિનંતી કરી, ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પ કોર્ટરૂમમાંથી બહાર નીકળી ગયા.

જતી વખતે ટ્રમ્પ ભરચક કોર્ટરૂમ તરફ જોવા માટે થોડીવાર રોકાઈ ગયા અને આ દરમિયાન ગુપ્તચર વિભાગના સભ્યો તેમની પાછળ આવવા લાગ્યા. ભૂતપૂર્વ પ્રમુખની અચાનક વિદાયએ ન્યાયાધીશ લુઈસ એ. કેપ્લાનને ચર્ચામાં હસ્તક્ષેપ કરવાની ફરજ પડી હતી. જજ લુઈસ એ. કપલાને કહ્યું- રેકોર્ડમાં બતાવવામાં આવશે કે ટ્રમ્પ ઉભા થયા અને કોર્ટમાંથી બહાર નીકળ્યા.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Kim Jong Un: કિમ જોંગ નો વિચિત્ર નિર્ણય, ‘આઈસ્ક્રીમ’ શબ્દ બોલશો તો સજા થશે, જાણો આ પાછળનું કારણ
Narendra Modi: અમેરિકાને જોઈતું હતું તે જ બન્યું, શું ખરેખર ભારતે રશિયા પાસેથી તેલની ખરીદી બંધ કરી? ટ્રમ્પ ની એક પોસ્ટ થી મચી ખળભળાટ
Operation Sindoor: પાકિસ્તાનના નાયબ વડાપ્રધાને ખોલી ટ્રમ્પની પોલ, ઓપરેશન સિંદૂર ને લઈને કર્યો મોટો ખુલાસો
India-US Trade: ભારત-અમેરિકા ટ્રેડ ડીલ પર થઇ આટલા કલાકની ચર્ચા, ટ્રમ્પના ટેરિફ પર ક્યાં સુધી વાત પહોંચી? મંત્રાલયે આપ્યું અપડેટ
Exit mobile version