News Continuous Bureau | Mumbai
Covid-19 Alert :એશિયામાં ફરીથી Covid-19 (કોરોના)ના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે, ખાસ કરીને સિંગાપોર અને હોંગકોંગમાં. જોકે, ભારતના આરોગ્ય મંત્રાલયે 19 મે 2025ના રોજ સમીક્ષા બેઠક બાદ જણાવ્યું કે દેશમાં હાલ માત્ર 257 સક્રિય કેસ છે અને સ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં છે.
🚨Covid-19 cases are surging once again across parts of Asia,significant surge in Hong Kong & Singapore.
India reported 164 COVID-19 Cases in a week.
Kerala -69
Maharashtra-44
Tamilnadu -34 pic.twitter.com/yMt2JjhqO5— Indian Infra Report (@Indianinfoguide) May 19, 2025
Covid-19 Alert : સર્જ છતાં ભારતમાં હાલ કોઈ Hospitalization નહીં, તમામ કેસ હળવા
NCDC, ICMR અને અન્ય આરોગ્ય એજન્સીઓની બેઠકમાં જણાવાયું કે લગભગ તમામ કેસ હળવા છે અને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર નથી. GEMCOVAC-19 જેવી ઓમિક્રોન માટેની ભારતીય રસી ઉપલબ્ધ છે અને જરૂર પડે તો તેનું ઉત્પાદન વધારી શકાય છે.
Covid-19 Alert : States (સ્ટેટ્સ)માં સૌથી વધુ કેસ કેરળ, મહારાષ્ટ્ર અને તમિલનાડુમાં
12 મે પછી કેરળમાં 69, મહારાષ્ટ્રમાં 44 અને તમિલનાડુમાં 34 નવા કેસ નોંધાયા છે. અન્ય રાજ્યોમાં એકલાં આંકડામાં કેસ છે. હોસ્પિટલોને ILI અને SARI જેવા લક્ષણો માટે વધુ મોનીટરીંગ કરવા સૂચના આપવામાં આવી છે.
આ સમાચાર પણ વાંચો : મુંબઈમાં કોરોનાનો ફરી માથું ઉંચક્યું? બે શંકાસ્પદ દર્દીઓના મૃત્યુના અહેવાલથી ચિંતા વધી; KEM હોસ્પિટલે કરી સ્પષ્ટતા
Covid-19 Alert : Precaution (પ્રિકોશન) જરૂરી, પણ પેનિક નહીં: તજજ્ઞોનું નિવેદન
ટોપ એપિડેમિયોલોજિસ્ટ Dr. રમણ ગંગાખેડકરે કહ્યું કે “ઘબરાવાની જરૂર નથી, પણ વડીલ અને ઈમ્યુનોકોમ્પ્રોમાઈઝ્ડ લોકો માટે માસ્ક, હેન્ડ હાઈજિન અને ભીડથી દૂર રહેવું જરૂરી છે.” તેમણે ઉમેર્યું કે કોરોના હવે એન્ડેમિક બની ગયો છે.