કોરોના વાયરસના ડેલ્ટા વેરિઅન્ટએ આખા વિશ્વમાં કહેર મચાવ્યો છે. ત્યારે વિશ્વ આરોગ્ય સંગઠને કોરોના વાયરસના નવા પ્રકારો અને ધીમા રસીકરણ અંગે ચેતવણી આપી છે.
વિશ્વ આરોગ્ય સંગઠનના ઈમરજન્સી ડિરેક્ટર માઈકલ રાયને કહ્યું છે કે રસીકરણ સિવાય કોરોનાથી બચવાનો કોઈ રસ્તો નથી.
સાથે જ વૈશ્વિક સંસ્થાએ જણાવ્યું છે કે ડેલ્ટા વેરિએન્ટ 132 દેશો અને વિશ્વના કેટલાક ભાગોમાં ફેલાયો છે.
ડેલ્ટા વેરિએન્ટના પરિણામે વિશ્વભરમાં સંક્રમણ અને મૃત્યુના કેસો વધવા લાગ્યા છે. પૂર્વ મધ્ય ક્ષેત્રોમાં મહામારીની ગતિ ઝડપી બની છે.
આ ક્ષેત્રમાં સંક્રમણનો દર 55 વધ્યો છે, જ્યારે મૃત્યુદરમાં 15 ટકાનો વધારો થયો છે.
ઉલ્લેખનીય છે કે ભારતમાં પ્રથમ વખત આ વેરિએન્ટની પુષ્ટિ થઈ હતી.