Site icon

ભારતીય મુળના 87 વર્ષીય હરિ શુક્લા.. યુકેમાં રસી મેળવનારી દુનિયાની પ્રથમ વ્યક્તિ હશે.

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો

મુંબઈ

Join Our WhatsApp Community

08 ડિસેમ્બર 2020 

કોરોના વાયરસના રોગચાળાને રોકવા માટે યુનાઇટેડ કિંગડમ (યુકે) માં મંગળવારથી રસીકરણ શરૂ થશે. આ સાથે યુકે વિશ્વનો પહેલો દેશ બનશે જ્યાં કોરોના વાયરસ રોગચાળાની રસી મોટા પાયે શરૂ કરવામાં આવી રહી છે. 87 વર્ષીય ડોક્ટર હરિ શુક્લાનું નામ પણ રેકોર્ડ બુકમાં નોંધવામાં આવશે. 100 વર્ષ પછી થયેલી રોગચાળાને રોકવા માટેની રસી પ્રાપ્ત કરનાર તે પ્રથમ વ્યક્તિ હશે. નોંધનીય છે કે હરિ શુકલા ઉત્તર પૂર્વ ઇંગ્લેન્ડમાં રહે છે અને મંગળવારે ન્યૂકેસલની એક હોસ્પિટલમાં રસી આપવામાં આવશે. 

ડો.હરિ શુક્લાની મંગળવારે સ્થાનિક સમય મુજબ સવારે આઠ વાગ્યે એપોઇન્ટમેન્ટ છે. તેમને રસીનો ડોઝ આપ્યા બાદ તેની પત્ની રંજુ શુક્લાને પણ એક રસી આપવામાં આવશે. યુકેના વડા પ્રધાન બોરિસ જોહ્ન્સનને આ ક્ષણને યુકેનો 'વેક્સીન ડે' તરીકે ગણાવ્યો છે. તેમનું માનવું છે કે આ એક મોટું પગલું ભરવામાં આવશે.  

શુક્લાએ રસી ડોઝ મેળવવાની તકને આશાવાદી ક્ષણ તરીકે વર્ણવી છે. તેમણે કહ્યું, 'હું ખૂબ જ ખુશ છું, મને આશા છે કે આપણે આ રોગચાળાના અંત તરફ આગળ વધી રહ્યા છીએ અને મને ખુશી છે કે હું રસી દ્વારા મારા વતી કંઇક કરી રહ્યો છું. મને લાગે છે કે તે મારી ફરજ છે અને હું જે કરી શકું તે કરીશ.'  

એન.એચ.એસ. દ્વારા રસીના પ્રથમ ડોઝ માટે હરિ શુક્લાની પસંદગી કરવામાં આવી છે. યુકેની રસીકરણ અંગેની સંયુક્ત સમિતિએ નક્કી કરેલા ધોરણોને પગલે તેમની પસંદગી કરવામાં આવી છે. દેશમાં સૌથી વધુ જોખમ ધરાવતા લોકોને પ્રથમ રસીકરણ આપવામાં આવશે. 80 વર્ષથી વધુ ઉંમર ધરાવતા, કેર હોમ વર્કર્સ તેમજ એનએચએસ કામદારોને પ્રથમ રસી આપવામાં આવશે. એન.એચ.એસ. દ્વારા રસીના પ્રથમ ડોઝ માટે હરિ શુક્લાની પસંદગી કરવામાં આવી છે. ઉપરાંત, અન્ય રસીઓના 300 મિલિયન ડોઝ માટે ઓર્ડર મૂકવામાં આવ્યા છે. આ તમામ રસીઓને બ્રિટીશ રેગ્યુલેટર દ્વારા મંજૂરી આપવામાં આવી છે.

Donald Trump Tariffs: મોંઘવારીથી મુક્તિ! ટ્રમ્પે ઘણી વસ્તુઓ પર ટેરિફ ઘટાડ્યા, હવે સસ્તી થઈ જશે આ ઘરવખરીની વસ્તુઓ
H-1B Visa: નિયમો બદલાયા: H-1B વિઝા ધારકોને અમેરિકામાં કાયમી રહેવું મુશ્કેલ! જાણો ટ્રમ્પ પ્રશાસન નો આ શું છે નવો પ્લાનિંગ?
US Shutdown: ટ્રમ્પનો ઝડપી નિર્ણય: શટડાઉન સમાપ્ત કરવા સેનેટે બિલ પસાર કર્યું, ટ્રમ્પે તરત જ કાયદા પર કરી દીધી સહી
Donald Trump: મોટો ખુલાસો: જો વિદેશી વિદ્યાર્થીઓ નહીં આવે તો અમેરિકાની યુનિવર્સિટીઓ તૂટી પડશે! ટ્રમ્પનું ચોંકાવનારું નિવેદન
Exit mobile version