ન્યૂઝ કન્ટીન્યૂઝ બ્યુરો.
મુંબઈ,15 એપ્રિલ 2021.
ગુરુવાર.
કોરોનાનો રોગ જેમજેમ વકરતો જાય છે તેમતેમ તેની વેક્સિનની માંગ પણ વધતી જાય છે.દુનિયાના લગભગ દરેક દેશે પોતાના દેશમાં વેક્સિનેશન અભિયાન જોર શોરથી શરુ કરી દીધું છે. અને લોકોમાં તે વેક્સિન લેવાની જરૂરિયાત પણ વધી ગઈ છે.કોરોના વાયરસથી ખરાબ રીતે પ્રભાવિત બ્રાઝિલમાં હવે વેક્સિનની તસ્કરી(દાણચોરી) શરૂ થઈ ગઈ છે. મીડિયાના એક અહેવાલ મુજબ, ગેરકાયદેસર સોના દ્વારા લોકો વેક્સિનને ખરીદી રહ્યા છે.
બ્રાઝિલના રોરિમા (Roraima) રાજ્યમાં ગેરકાયદેસર રીતે ખોદકામ કરીને કાઢવામાં આવેલા સોનાના બદલે કોરોનાના વાયરસની વેક્સિનને ખરીદવામાં આવી રહી છે. એમેઝોન ક્ષેત્રમાં રહેતા આદિજાતિ નેતાઓએ આ ખરીદી અંગે ફરિયાદ કરી છે. તપાસ પણ ચાલી રહી છે, જેમાં એ તપાસ કરવામાં આવી રહી છે કે, જે વેક્સિન સ્થાનિક લોકોને આપવા માટે મોકલવામાં આવી હતી, તે ક્યાંક ગાયબ થઈ ગઈ. એવું માનવામાં આવી રહ્યું છે કે, આ વિસ્તારમાં જે વેક્સિન મોકલવામાં આવી હતી, તેને દાણચોરી માટે ગાયબ કરી દેવામાં આવી છે. બ્રાઝિલનો આ વિસ્તાર ગેરકાયદેસર સોનાની ખાણો માટે પ્રખ્યાત છે. હોમોક્સી જિલ્લામાં એક હેલ્થ વર્કરે ગેરકાયદેસર ખાણકામના સોનાના બદલામાં રસી આપી હતી. બીજા કિસ્સામાં પણ અન્ય એક હેલ્થ વર્કરે રાત્રે ખાણકામ કરનારાઓ સાથે મુલાકાત કરી હતી, અને તેમને સોનાના બદલામાં દવા પણ આપી હતી.
ઉદ્ધવ ઠાકરે એ વડાપ્રધાનને પત્ર લખ્યો, અમારી મદદ કરો… આ મદદ માંગી..
ઉલ્લેખનીય છે કે, બ્રાઝિલ દેશ હાલ કોરોના વાયરસ મહામારીની સૌથી ખરાબ લહેરનો સામનો કરી રહ્યો છે.
