News Continuous Bureau | Mumbai
Cyber Kidnapping: અમેરિકાના ( USA ) ઉટાહ ( Utah ) શહેરમાંથી સાઈબર કિડનેપિંગનો ( cyber kidnapping ) એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક ચીની વિદ્યાર્થીનું ( Chinese student ) વર્ચ્યુઅલ રીતે અપહરણ ( Kidnapping ) કરવામાં આવ્યું હતું અને તેના પરિવાર પાસેથી 66.62 લાખ રૂપિયા (80 હજાર ડોલર) ની ખંડણી માગવામાં આવી હતી.
વિગત મુજબ 17 વર્ષીય કાઈ ઝુઆંગ 20 ડિસેમ્બરથી ગુમ હતો. શોધખોળ બાદ તે બર્ફીલા પહાડો પરથી મળી આવ્યો છે. પોલીસે તેની સત્તાવાર વેબસાઈટમાં આ અંગે જણાવ્યું હતું કે કાઈ ઝુઆંગનું વાસ્તવમાં અપહરણ થયું ન હતું. તેણે અપહરણકારોના કહેવાથી પોતાને ઓઈસોલેટ કરી લીધો હતો. વર્ચ્યુઅલ અપહરણકારોની ધમકીથી તે પહાડોમાં રહેવા ચાલ્યો ગયો હતો.
પ્રાપ્ત માહિતી મુજબ, સાઈબર કિડનેપર્સનો ( cyber kidnappers ) કાઈ ઝુઆંગનો સંપર્ક સ્કાઈપ જેવા ઓનલાઈન પ્લેટફોર્મ પર થયો હતો. જેમાં માતા-પિતાનો જીવ જોખમાં હોવાનું કહી વર્ચ્યુઅલ્સ કિડનેપર્સે તેને ખાતરી આપી હતી કે જો તારે તારાં માતા-પિતાને બચાવવા હોય તો અમે જે કહીએ તેમ કરતો રહે. આ પછી અપહરણકર્તાઓએ કાઈ ઝુઆંગ પાસે એવા ફોટોગ્રાફ્સ માંગ્યા હતા. જેમાં તેના હાથ-પગ બાંધેલા હોય અને તે એકાંત જગ્યાએ હોય. અપહરણકર્તાઓએ આ તસવીરો કાઈ ઝુઆંગના પરિવારને મોકલી હતી અને માતા પિતા પાસેથી ખંડણી માંગી હતી.
અન્ય ઓનલાઈન ફોરમની જેમ સાયબર કિડનેપીંગનો પણ ટ્રેન્ડ હવે ઝડપથી વધી રહ્યો છે…
જોકે, રિવરડેલ પોલીસે કાઈ ઝુઆંગને બચાવી લીધો હતો. તમને જણાવી દઈએ કે અમેરિકામાં સાયબર કિડનેપિંગના મામલા હાલ વધી ગયા છે.
આ સમાચાર પણ વાંચો : Divya Kala Shakti: અસાધારણ પ્રતિભાનું અનાવરણ – “દિવ્ય કલા શક્તિ” સાંસ્કૃતિક કાર્યક્રમથી દિવ્યાંગ વ્યક્તિઓ પ્રોત્સાહિત
એક અહેવાલ મુજબ, અન્ય ઓનલાઈન ફોરમની જેમ સાયબર કિડનેપીંગનો પણ ટ્રેન્ડ હવે ઝડપથી વધી રહ્યો છે. ડિજિટલ અપરાધની દુનિયામાં આ એક નવા ચહેરા તરીકે ઉભરી રહ્યો છે, જેમાં ઓનલાઈન અપહરણકર્તાઓ લોકોને નિશાન બનાવે છે અને તેઓને તેઓ જાણતા લોકોથી દૂર રહેવા દબાણ કરે છે. જ્યારે પીડિતા તેના પરિવારના સભ્યો સાથે સંપર્કમાં રહેતી નથી, ત્યારે તેઓ પીડિતાના પરિવારને કહે છે કે તેના સંબંધીનું અપહરણ કરવામાં આવ્યું છે. સ્કેમર્સ વિડિયો ચેટ દ્વારા પીડિતાના સતત સંપર્કમાં રહે છે અને તેનો ફોટો તેના પરિવારના સભ્યો સાથે શેર કરે છે, તેમને અપહરણ અને ખંડણીની માંગણી વિશે માહિતી આપે છે. એટલું જ નહીં, હવે કેટલાક સ્કેમર્સ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ દ્વારા પીડિતાના અવાજની નકલ પણ કરે છે અને પરિવારને ખાતરી આપે છે કે, તેમના સંબંધીનું અપહરણ કરવામાં આવ્યું છે. ફોરેન એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ અમેરિકામાં ચીનના વિદ્યાર્થીઓને મોટા પાયે નિશાન બનાવવામાં આવી રહ્યા છે.-