ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 25 ફેબ્રુઆરી 2022,
શુક્રવાર,
રશિયાની તોપો યુક્રેન વિરુદ્ધ આગ ઓકી રહી છે. મોસ્કો દ્વારા મચાવવામાં આવી રહેલી તબાહીનો એક વીડિયો સામે આવ્યો છે. જે જોઈને અંદાજો લગાવી શકાય છે કે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના સનકી મગજનું પરિણામ કઈ રીતે યુક્રેનના નાગરિકોને ભોગવવું પડી રહ્યું છે. વાયરલ થયેલા વીડિયોમાં યુક્રેનમાં એક સાયકલ સવાર રસ્તા પર ચાલતો જોવા મળે છે. ત્યારે અચાનક હવાઈ હુમલો થાય છે અને જોરદાર ધમાકા સાથે ચારે તરફ આગ પ્રસરી જાય છે. તથા પળભરમાં બધું જ નષ્ટ. જુઓ આ વીડિયો
The moment when civilians were shot in Ukraine. pic.twitter.com/VfrjtE3lCX
— REALIST (@realistqx1) February 24, 2022
રશિયાએ ગુરુવારે યુક્રેન પર હુમલો કર્યો હતો જે હજુ પણ ચાલુ છે. યુક્રેનના અનેક શહેરોમાં વિસ્ફોટોના પડઘા સંભળાઈ રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે રશિયન સેનાએ યુક્રેનના 137 લોકોની હત્યા કરી છે. જ્યારે સેંકડો ઘાયલ થયા છે. રશિયા યુક્રેન પર સતત બોમ્બમારો કરી રહ્યું છે, જેમાં નિર્દોષ લોકો પણ માર્યા ગયા છે. હવાઈ હુમલાનો ભોગ બનેલ સાઈકલ સવાર પણ તેમાંથી જ એક છે.
આ બધા વચ્ચે યુક્રેનના અધિકૃત સૂત્રોએ એ વાતની આશંકા વ્યક્ત કરી છે કે શુક્રવારનો દિવસ યુક્રેન માટે બ્લેક ફ્રાઈડે સાબિત થઈ શકે છે. કારણ કે રશિયાએ પોતાના હુમલા અનેકગણા વધારી દીધા છે.