Dawood Ibrahim: દાઉદ ઈબ્રાહીમ મળ્યો પણ નથી અને તેને ઝેર પણ નથી આપવામાં આવ્યું, ચોંકાવનારો ખુલાસો

Dawood Ibrahim: ભારતીય મીડિયામાં એવી વાત ફેલાઈ હતી કે પાકિસ્તાનમાં દાઉદ ઈબ્રાહીમને ઝેર આપવામાં આવ્યું છે તેમજ તેની હાલત ખરાબ હોવાથી કરાચીની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. હવે આ બધી વાત પાયા વિહોણી સાબિત થઈ રહી છે.

by Hiral Meria
Dawood Ibrahim Dawood Ibrahim was not found and was not poisoned, shocking revelation

News Continuous Bureau | Mumbai 

Dawood Ibrahim: ભારતનો નંબર વન શત્રુ તેમજ મુંબઈ બોમ્બ બ્લાસ્ટનો ( Mumbai Bomb Blast ) ભાગેડુ આરોપી દાઉદ ઈબ્રાહીમ મૃત્યુશૈયા પર પડ્યો છે તેવા સમાચાર ભારતીય મીડિયામાં વહેતા થયા હતા. હવે દાઉદ ઈબ્રાહીમ સાથે આવી કોઈ ઘટના થઈ નથી તેવા અહેવાલો સામે આવ્યા છે. દાઉદ ઈબ્રાહીમ સાથે જોડાયેલા અંડરવર્લ્ડ ડોન ( Underworld Don ) છોટા શકીલે ( Chhota Shakeel ) એક મીડિયા હાઉસ સાથે વાતચીતમાં જણાવ્યું કે દાઉદ ઈબ્રાહીમ 1000 ટકા સુરક્ષિત અને સ્વસ્થ છે.

દાઉદ ઈબ્રાહીમ સંદર્ભે શું સમાચાર આવ્યા હતા?

ભારતીય મીડિયામાં સમાચાર આવ્યા હતા કે દાઉદ ઈબ્રાહીમ ને નજીકના વ્યક્તિએ ઝેર ( poisoned ) આપ્યું છે તેમજ તેને કરાચીની હોસ્પિટલમાં ( Karachi Hospital )  દાખલ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત એવા સમાચાર પણ આવ્યા હતા કે કરાચીમાં ઇન્ટરનેટ બંધ કરી દેવામાં આવ્યું છે અને મીયાદાદ પરિવારને નજર કેદ હેઠળ રખાયો છે.

આ સમાચાર પણ વાંચો : UNSC : ભારત યુનાઇટેડ નેશન્સ સ્ટેટિસ્ટિકલ કમિશન (યુએનએસસી)માં ચાર વર્ષની મુદત માટે સભ્ય તરીકે ચૂંટાયું

દાઉદ ઈબ્રાહીમ સંદર્ભે હવે શું સમાચાર બહાર આવ્યા છે?

દાઉદ ઈબ્રાહીમ ના નજીકના ડોન છોટા શકીલે જણાવ્યું છે કે દાઉદ ઈબ્રાહીમ પૂરી રીતે સુરક્ષિત અને સાજો છે.

આ અગાઉ પણ દાઉદ ઈબ્રાહીમ ના મૃત્યુ સંદર્ભે સમાચાર આવી ચૂક્યા છે.

ઉલ્લેખનીય છે કે દાઉદ ઈબ્રાહીમ સંદર્ભે આવા સમાચાર ભારતીય મીડિયામાં ( Indian media )  પહેલા પણ આવી ચૂક્યા છે. જેમાં દાઉદ ઈબ્રાહીમની હત્યા કરવામાં આવી છે અથવા તેનું મૃત્યુ થયું છે તેઓ દાવો કરવામાં આવ્યો હતો. . અત્યાર સુધીના આવા તમામ સમાચાર પાયા વિહોણા સાબિત થયા છે.

 

Join Our WhatsApp Community

You may also like