Site icon

આ દેશોના પ્રવાસીઓને ૧૪ દિવસ ક્વોરન્ટાઈન કરાશે: બ્રિટન, ચીન, બાંગ્લાદેશ સહિત ૧૩ દેશોને ‘જાેખમી’ જાહેર 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 30 નવેમ્બર  2021

Join Our WhatsApp Community

મંગળવાર 

 કોરોનાનું નવું સ્વરૂપ ઓમિક્રોન વિશ્વભરમાં ફેલાતાં વડાપ્રધાન મોદીના નિર્દેશો પછી ગૃહમંત્રાલયે એક બેઠકમાં રવિવારે ૧૫મી ડિસેમ્બરથી નિયમિત આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્‌સ શરૂ કરવાના ર્નિણયની સમીક્ષા હાથ ધરી હતી અને રાજ્યોને ટેસ્ટિંગ અને નિરીક્ષણ વધારવા નિર્દેશો આપ્યા હતા. રાજ્યોએ પણ ઓમિક્રોન સ્વરૂપ ફેલાવાની આશંકાએ નિયંત્રણો લાદવાનું શરૂ કર્યું છે તેમજ છેલ્લા એક મહિનામાં 'જાેખમી' ગણાતા દેશોમાંથી આવેલા પ્રવાસીઓને શોધવાનું શરૂ કર્યું છે. સરકારે દક્ષિણ આફ્રિકા, ચીન, બોત્સવાના, બ્રિટન, બ્રાઝિલ, ઈઝરાયેલ, બાંગ્લાદેશ, મોરેશિયસ, ન્યૂઝીલેન્ડ, ઝિમ્બાબ્વે, સિંગાપોર અને હોંગકોંગ સહિત ૧૩ દેશોને 'જાેખમી દેશ' જાહેર કર્યા હતા અને આ દેશોમાંથી આવતા પ્રવાસીઓને ૧૪ દિવસ ક્વોરન્ટાઈન કરાશે. સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, દેશમાં રવિવારે કોરોનાના નવા ૮,૭૭૪ કેસ નોંધાયા છે અને વધુ ૬૨૧નાં મોત થયા હતા.

વેક્સિનેશન ઓમિક્રોન વેરિએન્ટ માટે પણ ઉપયોગી બની શકે છે: ડબ્લ્યુએચઓ

આ સાથે કોરોનાના કુલ કેસ ૩,૪૫,૭૨,૫૨૩ થયા હતા જ્યારે મૃત્યુઆંક ૪,૬૮,૫૫૪ થયો હતો. જાેકે, એક્ટિવ કેસ ઘટીને ૧,૦૫,૬૯૧ થયા હતા, જે દોઢ વર્ષમાં સૌથી ઓછા છે. મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં એક ઘરડાંઘરમાં કોરોનાની રસીના બંને ડોઝ લેવા છતાં વૃદ્ધો સહિત ૭૦થી વધુ લોકો કોરોના પોઝિટિવ આવ્યા છે.કોરોના વાઈરસના નવા વેરિઅન્ટ ઓમિક્રોને સમગ્ર વિશ્વમાં હડકંપ મચાવી દીધો છે. આવા સમયમાં દિલ્હીની એઈમ્સના ડિરેક્ટર ડૉ. રણદીપ ગુલેરિયાએ ચેતવણી આપી છે કે ઓમિક્રોન સ્વરૂપ સામે કોરોના વિરોધી હાલની રસીઓ અસરકારક સાબિત ન થવાની આશંકા છે. બીજીબાજુ થાણેના એક ઘરડાંઘરમાં કોરોનાની રસીના બંને ડોઝ લેવા છતાં વૃદ્ધો સહિત ૭૦થી વધુ લોકો કોરોના પોઝિટિવ આવ્યા છે. દિલ્હીની એઈમ્સના ડિરેક્ટર ડૉ. રણદીપ ગુલેરિયાએ જણાવ્યું હતું કે, કોરોના વાઈરસના નવા સ્વરૂપ ઓમિક્રોનના સ્પાઈક પ્રોટીન ક્ષેત્રમાં ૩૦થી વધુ પરિવર્તનો થયા હોવાનું જણાયું છે. નવા સ્વરૂપમાં 'ઈમ્યુનોએસ્કેપ મિકેનિઝમ' વિકસવાની સંભાવના છે, જેથી તેની સામે કોરોનાની રસીની અસરકારકતા ઘટી શકે છે. પરિણામે ભારતમાં હાલમાં ઉપયોગમાં લેવાતી કોરોના વિરોધી રસીઓ સહિતની રસીઓની અસરકારક્તાનું ગંભીર મૂલ્યાંકન કરવાની જરૂર છે.

Mark Zuckerberg: માર્ક ઝકરબર્ગ નામના વકીલે માર્ક ઝકરબર્ગ સામે કર્યો કેસ; કારણ જાણીને તમને પણ લાગશે નવાઈ
Pakistan nuclear weapons: પાકિસ્તાનના પરમાણુ હથિયારો પર સામે આવ્યો ચોંકાવનારો રિપોર્ટ, ભારતની ચિંતા વધી, જાણો શું છે સમગ્ર મામલો
Pakistan China Relations: ચીન-પાકિસ્તાન ની મિત્રતામાં આવી તિરાડ? આ પ્રોજેક્ટ માંથી ડ્રેગન ની પીછેહઠ કરાતા ચર્ચા નું બજાર થયું ગરમ
India-China: શું ભારત-ચીન મળીને ઉતારશે ટ્રમ્પની હેકડી? આ સિસ્ટમ થી ડોલર પર થઇ શકે છે અસર
Exit mobile version