ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૬ મે ૨૦૨૧
બુધવાર
હાલમાં જ્યારે કોરોનાએ આખા વિશ્વને ભરડામાં લીધું છે, ત્યારે કોરોનાવાયરસને રોકવા માટે રસીકરણ વિશ્વભરમાં વેગ પકડી રહ્યું છે. હવે વિશ્વમાં રસીનો પ્રથમ ડોઝ મેળવનારા વિશ્વના પ્રથમ પુરુષ વિલિયમ શેક્સપિયરનું અવસાન થયું છે. શેક્સપિયર 81 વર્ષના હતા. ગયા વર્ષે 8 ડિસેમ્બરે તેમને ફાઇઝર બાયોએન્ટેકની રસી આપવામાં આવી હતી.
લંડનના રહેવાસી વિલિયમ શેક્સપિયર, રસી લેનાર વિશ્વની બીજી વ્યક્તિ હતી. સૌપ્રથમ આ રસી માર્ગારેટ કીનન નામની 91 વર્ષીય મહિલાને આપવામાં આવી હતી. વિલિયમ વૃદ્ધાવસ્થામાં ઘણીવાર બીમાર રહેતાં હતાં. બુધવારે સવારે તેમનું મૃત્યુ સ્ટ્રૉકથી થયું હોવાનું મનાય છે.
શેક્સપિયરે ઘણાં વર્ષો રોલ્સ રોયસ કંપની માટે કામ કર્યું હતું. તેમણે પૅરિસના કાઉન્સિલર તરીકે ઘણાં વર્ષો સુધી સેવા આપી. તેઓ સામાજિક સ્તરે તેમના કામ માટે જાણીતા હતા. 81 વર્ષની ઉંમરે પણ તેમણે રસી લેવાનું પસંદ કરીને દરેક માટે એક દાખલો બેસાડ્યો હતો.