Site icon

Rajnath Singh:સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે વોશિંગ્ટન ડીસીમાં અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર સાથે કરી મુલાકાત

Rajnath Singh: રક્ષા મંત્રી શ્રી રાજનાથ સિંહે 23 ઓગસ્ટ, 2024ના રોજ વોશિંગ્ટન ડીસીમાં વ્હાઇટ હાઉસમાં અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર શ્રી જેક સુલિવન સાથે મુલાકાત કરી હતી.

Defense Minister Shri Rajnath Singh met US National Security Advisor Mr. Jack Sullivan in Washington DC

News Continuous Bureau | Mumbai

Rajnath Singh: રક્ષા મંત્રી શ્રી રાજનાથ સિંહે 23 ઓગસ્ટ, 2024ના રોજ વોશિંગ્ટન ડીસીમાં વ્હાઇટ હાઉસમાં અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર શ્રી જેક સુલિવન સાથે મુલાકાત કરી હતી. તેમણે વિકસતી ભૌગોલિક રાજકીય પરિસ્થિતિ અને કેટલાક મુખ્ય પ્રાદેશિક સુરક્ષાના મુદ્દાઓ પર ચર્ચા કરી. તેમણે ભારત અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા સંરક્ષણ ઔદ્યોગિક જોડાણ પ્રોજેક્ટ્સ તથા બંને દેશોના ઉદ્યોગો સાથે મળીને કામ કરી શકે તેવા સંભવિત ક્ષેત્રો પર પણ ચર્ચા કરી હતી.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચોઃ PM Modi:પ્રધાનમંત્રીની યુક્રેનની મુલાકાત દરમિયાન હસ્તાક્ષર કરાયેલા દસ્તાવેજોની યાદી (23 ઓગસ્ટ, 2024)

રક્ષા મંત્રીએ વોશિંગ્ટન ડીસીમાં યુએસ ઇન્ડિયા સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ ફોરમ દ્વારા આયોજિત એક રાઉન્ડ ટેબલમાં અમેરિકન સંરક્ષણ ઉદ્યોગના વરિષ્ઠ નેતાઓ સાથે પણ વાતચીત કરી હતી. રાઉન્ડ ટેબલમાં મોટી સંખ્યામાં અમેરિકાની ડિફેન્સ અને ટેક્નોલોજી કંપનીઓ હાજર રહી હતી.

શ્રી રાજનાથ સિંહે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભારત અમેરિકાનાં રોકાણ અને ટેકનોલોજીનાં જોડાણને આવકારે છે તથા કુશળ માનવ સંસાધન આધાર, મજબૂત એફડીઆઇ તરફી અને વેપાર-વાણિજ્ય તરફી ઇકોસિસ્ટમ તથા મોટાં સ્થાનિક બજાર સાથે સજ્જ છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, ભારત ક્ષમતા નિર્માણ માટે સંરક્ષણ ક્ષેત્રમાં અમેરિકા સાથે ખભેખભો મિલાવીને કામ કરવા આતુર છે તથા નવા પડકારોનું સમાધાન કરી શકે તેવી ટેકનોલોજી અને ઔદ્યોગિક ભાગીદારી જાળવવા આતુર છે. ત્યારબાદ રક્ષામંત્રીએ યુએસ ઇન્ડિયા બિઝનેસ કાઉન્સિલના એક પ્રતિનિધિમંડળ સાથે સંક્ષિપ્ત મુલાકાત કરી હતી.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Osama bin Laden: CIA એ કર્યો મોટો પર્દાફાશ: ઓસામાથી લઈને પાક.ના પરમાણુ શસ્ત્રો સુધી… પૂર્વ અધિકારીએ કર્યા ચોંકાવનારા ખુલાસા
Donald Trump: વિશ્વ રાજકારણમાં ગરમાવો: ડોનાલ્ડ ટ્રમ્પે આ દેશના રાષ્ટ્રપતિને ‘ડ્રગ લીડર’ ગણાવ્યા, તાત્કાલિક પ્રતિબંધ મૂક્યો.
FATF: પાકિસ્તાન હજી પણ રડાર પર! FATFએ કહી દીધું, ‘ટેરર ફંડિંગ કર્યું તો ફરી…’
Indian Navy: ત્રણ દેશોની ઊંઘ હરામ! ભારતીય નૌસેનાના 3 એવા પગલાં, જેનાથી પાકિસ્તાન, ચીન અને તુર્કીમાં મચ્યો ખળભળાટ!
Exit mobile version