ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 16 સપ્ટેમ્બર, 2021
ગુરુવાર
તાજેતરમાં જ અફઘાનિસ્તાનમાં તાલિબાનની નવી સરકાર બની છે. પરંતુ એક અઠવાડિયાની અંદર જ તેમના ટૉપના નેતાઓમાં વિવાદ થયો છે.
પ્રાપ્ત જાણકારી મુજબ તાલિબાન અને હક્કાની નેટવર્ક વચ્ચે ક્રેડિટને લઈ સંઘર્ષ શરૂ થઈ ગયો છે અને ત્યાર બાદ મુલ્લા અબ્દુલ ગની બરાદરે કાબુલ છોડી દીધું છે.
મુલ્લા અબ્દુલ ગની બરાદારને તાલિબાન સરકારમાં નાયબ વડાપ્રધાન બનાવવામાં આવ્યા છે.
ગત સપ્તાહે અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ ભવનમાં બરાદર અને હક્કાની નેટવર્કના નેતા ખલીલ ઉર રહમાન વચ્ચે ખુલ્લેઆમ બોલાચાલી થઇ ગઇ હતી.
હક્કાની નેટવર્ક માને છે કે તેના આક્રમક વલણ અને લડવૈયાઓને કારણે જ અફઘાનિસ્તાનને સત્તા મળી છે. બીજી બાજુ, બારદાર માને છે કે તેમની મુત્સદ્દીગીરીને કારણે જ તાલિબાનનો વિજય થયો છે. આવી સ્થિતિમાં બંને પક્ષો વિજયનો શ્રેય લેવા માટે ટકરાયા છે.