નેપાળમાં કોરોના મહામારીના કારણે પરિસ્થિતિ વધુ કથળતાં હવે અહીં ઑક્સિજનની અછત વર્તાઈ રહી છે; ત્યારે નેપાળને આશા છે કે ભારત એને મદદ કરશે
નેપાળના વડા પ્રધાન ઓલીના વિદેશી બાબતોના સલાહકાર રંજન ભટ્ટરાયે મીડિયાને કહ્યું કે, “નેપાળમાં ઑક્સિજનના અભાવથી લોકોની ચિંતા વધી ગઈ છે. અહીં ઑક્સિજનની માગમાં 10 ગણો વધારો થયો છે. અમે ભારત સરકાર સાથે વાતચીત કરી રહ્યા છીએ.”
આમ વડા પ્રધાન ઓલી ચીનના મિત્ર છે, પરંતુ મદદની આશા તેઓ ભારત પાસે રાખી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે સંસદમાં વિશ્વાસ ગુમાવ્યાના ચાર દિવસ બાદ કેપી શર્મા ઓલીએ શુક્રવારે ત્રીજી વખત નેપાળના વડા પ્રધાન તરીકે શપથ લીધા હતા. તેઓ લઘુમતી સરકારનું નેતૃત્વ કરી રહ્યા છે.
વાવાઝોડાનું નામ તાઉતે કોણે રાખ્યું? નામનો અર્થ શું થાય છે? જાણો અહીં
