Site icon News Continuous Bureau | Mumbai

China Strategic Oil Reserves: ચીનની ‘તેલ નીતિ’ એ દુનિયાને ચોંકાવી: શું ઈરાન-ઈઝરાયેલ જંગની ચીનને પહેલાથી જ હતી જાણ? એક વર્ષથી કરી રહ્યું હતું ઓઈલનો જંગી સંગ્રહ

જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં તેલની આયાતમાં 15.8% નો મોટો ઉછાળો, રશિયા પાસેથી પણ ખરીદી વધારી; શું ચીને ભવિષ્યના સંકટની કરી હતી પૂર્વતૈયારી?

China Strategic Oil Reserves ચીનની 'તેલ નીતિ' એ દુનિયાને ચોંકાવી શું ઈરાન-ઈઝરાયેલ જંગની

China Strategic Oil Reserves ચીનની 'તેલ નીતિ' એ દુનિયાને ચોંકાવી શું ઈરાન-ઈઝરાયેલ જંગની

News Continuous Bureau | Mumbai
China Strategic Oil Reserves પશ્ચિમ એશિયામાં યુદ્ધ ફાટી નીકળ્યા પહેલા જ વિશ્વના સૌથી મોટા તેલ ખરીદનાર દેશ ચીને પોતાની રણનીતિ બદલી નાખી હતી. ચીનના કસ્ટમ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ, વર્ષના પ્રથમ બે મહિનામાં (જાન્યુઆરી-ફેબ્રુઆરી) ચીને પાછલા વર્ષની સરખામણીએ તેલની આયાતમાં 15.8 ટકાનો તોતિંગ વધારો કર્યો હતો. આ આંકડાઓ જોતા નિષ્ણાતો માની રહ્યા છે કે ચીને વધતા ભૌગોલિક તણાવને ધ્યાનમાં રાખીને અગાઉથી જ તેલનો સ્ટોક જમા કરવાનું શરૂ કરી દીધું હતું.ચીન છેલ્લા એક વર્ષથી વ્યૂહાત્મક રીતે પોતાનો ઓઈલ સ્ટોક વધારી રહ્યું છે, જ્યારે રસપ્રદ વાત એ છે કે તેના દેશની અંદર તેલનો વપરાશ સતત ઘટી રહ્યો છે. હવે જ્યારે ઈરાન અને વેનેઝુએલા જેવા ચીનના સસ્તા તેલના સ્ત્રોતો પર અમેરિકાએ નિશાન સાધ્યું છે, ત્યારે ચીને પહેલેથી જમા કરેલો આ સ્ટોક તેના માટે ‘લાઈફલાઈન’ સાબિત થઈ શકે છે.

રશિયા પાસેથી તેલની ખરીદીમાં વધારો

ભારતે જ્યારે અમેરિકા સાથે ટ્રેડ ડીલ માટેની વાતચીત શરૂ કરી અને રશિયન તેલની ખરીદીમાં ઘટાડો કર્યો, ત્યારે ચીને આ તકનો પૂરો ફાયદો ઉઠાવ્યો હતો. ચીને આ વર્ષે રશિયા પાસેથી તેલની ખરીદીમાં ઘણો વધારો કર્યો છે. રશિયા ચીન માટે અત્યારે ઉર્જા પુરવઠાનો એક સુરક્ષિત અને વિશ્વાસુ સ્ત્રોત બની ગયું છે, જે મિડલ ઈસ્ટના યુદ્ધ દરમિયાન પણ તેને સપ્લાય આપી શકે છે.

Join Our WhatsApp Channel

ઈરાન અને વેનેઝુએલા પર અમેરિકાની નજર

અમેરિકાએ ચીન માટે તેલના બે સૌથી સસ્તા સ્ત્રોતો—વેનેઝુએલા અને ઈરાન—ને નિશાન બનાવ્યા છે. આ બંને દેશોમાં નેતૃત્વ પરિવર્તન અને સૈન્ય હસ્તક્ષેપને કારણે ચીને અગાઉ કરેલા લાંબા ગાળાના કરારો પર જોખમ ઊભું થયું છે. ચીનની વ્યૂહરચના એવી રહી છે કે જ્યારે પણ તેલના ભાવ નીચા હોય અથવા કોઈ મોટું સંકટ આવવાનું હોય, ત્યારે તે પોતાના સ્ટોરેજ ટેન્કો ભરી લે છે.

આ સમાચાર પણ વાંચો : Sunetra Pawar: નોકરી કરતી મહિલાઓ માટે મોટા સમાચાર! મુંબઈમાં લાગુ થશે ‘કમ અર્લી-ગો અર્લી’ નિયમ; સુનેત્રા પવારની જાહેરાતથી મહિલા કર્મચારીઓમાં આનંદની લહેર

શું આ ચીનની પૂર્વતૈયારી હતી?

ઈરાન અને અખાતી દેશોમાં જે રીતે યુદ્ધ આગળ વધી રહ્યું છે, તેનાથી વૈશ્વિક તેલ બજારમાં હાહાકાર મચી ગયો છે. ચીનની અગમચેતી એ દર્શાવે છે કે તેના ગુપ્તચર વિભાગ અથવા આર્થિક સલાહકારોને પશ્ચિમ એશિયામાં આવનારા તોફાનની અગાઉથી જ જાણકારી હતી. આટલો મોટો સંગ્રહ ચીનને યુદ્ધના સમયમાં ઉર્જા સંકટથી બચાવવામાં અને આર્થિક સ્થિરતા જાળવવામાં મદદરૂપ થશે.

India Sri Lanka Ties નેબરહૂડ ફર્સ્ટ પોલિસીને નવી ઊર્જા ડિફેન્સ ટ્રેનિંગથી લઈને કોસ્ટલ સિક્યોરિટી સુધી ભારતશ્રીલંકા વચ્ચે દ્વિપક્ષીય સહયોગ મજબૂત બન્યો
Saudi Aramco Houthi Attack મિડલ ઈસ્ટ ફરી ભડકે બળ્યું! સાઉદી અરેબિયાના ઊર્જા મથકો પર હૂતી વિદ્રોહીઓનો મિસાઇલ એટેક, અરામકોમાં આગ અને 73 લોકો લોહીલુહાણ
Russia Ukraine War Ceasefire શું હવે ખતમ થશે રશિયા અને યુક્રેનનું યુદ્ધ? વ્લાદિમીર પુતિને ૩ દિવસ માટે અટકાવ્યા હુમલા, જાણો શું છે કારણ
Iran India Chabahar Port BRICS BRICS સમિટ પહેલાં ઈરાને ભારતને ગણાવ્યો જૂનો મિત્ર ચાબહાર પોર્ટ અને દ્વિપક્ષીય વેપાર મુદ્દે થશે મહત્વપૂર્ણ ચર્ચા
Exit mobile version