ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 23 નવેમ્બર 2021
મંગળવાર.
આર્જેન્ટિનાના દિવંગત ફૂટબોલર ડિએગો મારાડોના પર બળાત્કારનો આરોપ લાગ્યો છે.
પ્રાપ્ત જાણકારી મુજબ ડિએગો મેરાડોના પર ક્યુબાની 37 વર્ષીય મહિલાએ બળાત્કારનો આરોપ લગાવ્યો છે.
ક્યુબાની 37 વર્ષીય મહિલાએ સોમવારે એક પત્રકાર પરિષદમાં દાવો કર્યો હતો કે, મેરાડોનાએ તેના પર 2001માં બળાત્કાર ગુજાર્યો હતો અને તેનું બાળપણ છીનવી લીધું હતું.
મેરાડોનાને ઇતિહાસના મહાન ફૂટબોલરોમાંનો એક માનવામાં આવે છે. તેણે આર્જેન્ટિનાને 1986ના વર્લ્ડ કપમાં પ્રેરણા આપી હતી.
ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે લોહીના ગઠ્ઠાના કારણે મગજની શસ્ત્રક્રિયા કરાવ્યા બાદ તેમનું અવસાન થયું હતું.