News Continuous Bureau | Mumbai
Donald Trump Elon Musk: અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ( Donald Trump ) પર શનિવારે ફાયરીંગ થયુ હતું. આ હુમલામાં ડોનાલ્ડ ટ્રમ્પ ઘાયલ થયા હતા. પેન્સિલવેનિયામાં યોજાયેલી પ્રચાર રેલીમાં તેમને ગોળી વાગી હતી. જો કે, ડોનાલ્ડ ટ્રમ્પ આ હુમલામાંથી બચી ગયા હતા. આ હુમલામાં ટ્રમ્પના કાનમાં ગંભીર ઈજા થઈ હોવાના હાલ અહેવાલ છે. દરમિયાન તેમની હાલત હાલ સ્થિર છે.
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ( Donald Trump Rally Shooting ) પરના હુમલા બાદ માત્ર અમેરિકા જ નહીં પરંતુ સમગ્ર દેશ હચમચી ગયો છે. ટ્રમ્પ પરના હુમલા પછી, ટ્વિટર પર એક યુર્ઝરે પોસ્ટ કરી ચિંતા વ્યક્ત કરી છે કે, ટેસ્લાના સીઇઓ ( Elon Musk Tesla CEO ) ઈલોન મસ્ક પર પણ હુમલો થઈ શકે છે. આ બાદ, ઈલોન મસ્કે આ પોસ્ટ પર જવાબ આપતા જ એક નવો ખુલાસો થયો હતો. આ સાથે જ ઈલોન મસ્કે કહ્યું હતું કે થોડા દિવસો પહેલા કેટલાક શખ્સો બંદૂકો સાથે ટેસ્લા હેડક્વાર્ટર નજીક ધરપકડ કરવામાં આવ્યા હતા.
Donald Trump Elon Musk: ઇલોન મસ્કએ દાવો કર્યો હતો કે તેમના પર બે વખત હુમલો કરવામાં આવ્યો હતો…
એક ટ્વિટર યુઝરે પોસ્ટ કરતા કહ્યું હતું કે, ઇલોન મસ્ક કૃપા કરીને તમારી સુરક્ષામાં વધારો કરો. જો તેઓ ટ્રમ્પ ( Donald Trump Assasination ) પર હુમલો કરી શકે છે, તો તેઓ તમારા પર પણ હુમલો કરી શકે છે. મસ્કએ આ યુઝરના પોસ્ટનો જવાબ આપ્યો હતો. તેમણે જવાબ આપતા કહ્યું હતું કે, આગળનો સમય ખૂબ જ ખતરનાક છે. છેલ્લા 8 મહિનામાં બે લોકોએ મને અલગ અલગ જગ્યાએ મારવાનો પ્રયાસ કર્યો હતો.તો આરોપીઓને ટેસ્લા હેડક્વાર્ટરથી લગભગ 20 મિનિટ દૂર ટેક્સાસમાં બંદૂક સાથે ધરપકડ કરવામાં આવી હતી.
આ સમાચાર પણ વાંચો: Bhupendra Patel: મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલે રાષ્ટ્રસંત જૈનાચાર્ય શ્રી પદ્મસાગર સૂરીશ્વરજીના આશીર્વાદ મેળવ્યા
દરમિયાન, ઇલોન મસ્કએ દાવો કર્યો હતો કે તેમના પર બે વખત હુમલો કરવામાં આવ્યો હતો. ઈલોન મસ્કે જવાબ આપતા વધુમાં કહ્યું હતું કે, મારી ગમે ત્યારે, ગમે ત્યાં હત્યા થઈ શકે છે. આ સાથે ઈલોન મસ્કે ટેક પત્રકારો પર તેમના રીઅલ-ટાઇમ સ્થાન શેર કરવાનો પણ આરોપ મૂક્યો હતો.
નોંધનીય છે કે, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પર શનિવારે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. સદનસીબે, ટ્રમ્પને આમાં નુકસાન થયું નથી અને તેઓ સુરક્ષિત છે. ટ્રમ્પ પેન્સિલવેનિયામાં એક રેલીને સંબોધિત કરી રહ્યા હતા. તે સમયે અચાનક ગોળીબાર કરવામાં આવ્યો હતો. આ હુમલામાં ટ્રમ્પના કાનમાં ગોળી વાગી હતી. ટ્રમ્પના કાનમાંથી લોહી વહેવા લાગ્યું હતું. તે સમયે, સુરક્ષા રક્ષકોએ ટ્રમ્પને ચારે બાજુથી ઘેરી લીધા હતા અને તેમને ઘટનાસ્થળ પરથી સલામત સ્થળે લઈ ગયા હતા. ઉપરાંત, સિક્રેટ સર્વિસે હુમલાખોરને ઘટનાસ્થળે જ મારી નાખ્યો હતો.