Site icon News Continuous Bureau | Mumbai

Donald Trump Mojtaba Khamenei Dispute ‘હું નહીં પણ ઈરાન બેતાબ હતું, હવે એક ફૂટી કૌડી પણ નહીં મળે’, મોજતબા ખામેનેઈ પર ભડક્યા ડોનાલ્ડ ટ્રમ્પ

Donald Trump Mojtaba Khamenei Dispute ઈરાનના સુપ્રીમ લીડરના આક્ષેપો સામે અમેરિકી રાષ્ટ્રપતિનો જોરદાર પલટવાર, સૈન્ય તાકાત નષ્ટ કરવાનો કર્યો દાવો

Donald Trump Mojtaba Khamenei Dispute  'હું નહીં પણ ઈરાન બેતાબ હતું, હવે એક ફૂટી કૌડી પણ નહીં મળે', મોજતબા ખામેનેઈ પર ભડક્યા ડોનાલ્ડ ટ્રમ્પ

Donald Trump Mojtaba Khamenei Dispute 'હું નહીં પણ ઈરાન બેતાબ હતું, હવે એક ફૂટી કૌડી પણ નહીં મળે', મોજતબા ખામેનેઈ પર ભડક્યા ડોનાલ્ડ ટ્રમ્પ

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

Donald Trump Mojtaba Khamenei Dispute અમેરિકા અને ઈરાન વચ્ચે પ્રસ્તાવિત શાંતિ કરાર પર હસ્તાક્ષર થયા બાદ પણ બંને દેશો વચ્ચેનો તણાવ યથાવત છે. ઈરાનના સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઈના નિવેદનથી ગુસ્સે ભરાયેલા અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર આકરા પ્રહારો કર્યા છે. ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે કરાર માટે અમેરિકા નહીં પરંતુ ઈરાન પોતે જ બેતાબ હતું અને હવે ઈરાનને અમેરિકા તરફથી કોઈ પણ પ્રકારની આર્થિક રાહત કે મદદ મળવાની નથી.

Donald Trump Mojtaba Khamenei Dispute – ઈરાનની સૈન્ય ક્ષમતા સંપૂર્ણપણે તબાહ થઈ: ટ્રમ્પ

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર શ્રેણીબદ્ધ પોસ્ટ શેર કરીને દાવો કર્યો છે કે તાજેતરના સંઘર્ષે ઈરાનને આર્થિક અને સૈન્ય બંને રીતે નબળું પાડી દીધું છે. ટ્રમ્પના જણાવ્યા અનુસાર, હવે ઈરાન પાસે કોઈ અસરકારક વાયુસેના, નૌસેના, એન્ટી-એરક્રાફ્ટ સાધનો કે રડાર બચ્યા નથી, તેની તમામ સૈન્ય તાકાત નાટકીય રીતે ઓછી થઈ ગઈ છે. તેમણે પોતાના રાજકીય વિરોધીઓ—ડેમોક્રેટ્સ પર પણ નિશાન સાધ્યું હતું અને તેમની એ વાતની મજાક ઉડાવી હતી કે ઈરાન ચાર મહિના પહેલા કરતા અત્યારે વધુ મજબૂત સ્થિતિમાં છે.

Donald Trump Mojtaba Khamenei Dispute – ઈરાનને એક પણ સેન્ટની નાણાકીય રાહત નહીં મળે

ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના નિવેદનમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે અમેરિકા તરફથી ઈરાનને કોઈ ફંડ કે વળતર આપવામાં આવશે નહીં. તેમણે લખ્યું કે, ‘અમે વાટાઘાટો માટે બેતાબ નહોતા, ઈરાન હતું અને તેઓ હવે આર્થિક રીતે ખતમ થઈ ગયા છે. તેમને હવે અમેરિકા પાસેથી કોઈ આર્થિક મદદ (Financial Relief) નહીં મળે, ૧૦ સેન્ટ પણ નહીં!’ ટ્રમ્પના આ આકરા તેવર બતાવે છે કે સત્તાવાર કરાર બાદ પણ અમેરિકા પોતાના કડક વલણથી સહેજ પણ પાછળ હટવા તૈયાર નથી અને દબાણ જાળવી રાખવા માંગે છે.

Donald Trump Mojtaba Khamenei Dispute – શું કહ્યું હતું ઈરાનના સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઈએ?

ટ્રમ્પનો આ ગુસ્સો ઈરાનના સર્વોચ્ચ નેતા મોજતબા ખામેનેઈના એ નિવેદન બાદ ફાટી નીકળ્યો છે, જેમાં ખામેનેઈએ દાવો કર્યો હતો કે અમેરિકી રાષ્ટ્રપતિ આ ડીલને સુરક્ષિત કરવા માટે ખૂબ જ આતુર હતા અને તેમણે તેના માટે તમામ પ્રકારની રણનીતિઓ વાપરી હતી. કરાર પર સહી થયા બાદ પોતાના પ્રથમ સત્તાવાર સંબોધનમાં મોજતબા ખામેનેઈએ ઈરાનની જનતાને જણાવ્યું હતું કે, તેઓ શરૂઆતમાં આ કરારની વિરુદ્ધમાં હતા. પરંતુ રાષ્ટ્રપતિ મસૂદ પેજેશ્કિયાન અને સુપ્રીમ નેશનલ સિક્યુરિટી કાઉન્સિલ તરફથી દેશના અને ‘રેઝિસ્ટન્સ ફ્રન્ટ’ ના હિતોની રક્ષા કરવાનું આશ્વાસન મળ્યા બાદ જ તેમણે મંજૂરી આપી હતી.

👉 આ સમાચાર વાચો:
Today’s Horoscope : આજનો દિવસ:૨૦ જૂન ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ

US Houthi Secret Deal અમેરિકાએ સાઉદી અરેબિયા સાથે કર્યો મોટો ખેલ! હૂતી વિદ્રોહીઓ સાથે કરી સીક્રેટ ડીલ
India Deep Ocean Mining Mission ભારતે સમુદ્રના પેટાળમાં મોટા પાયે ખોદકામની તૈયારી આદરી ₹૧૫,૦૦૦ કરોડનો જંગી ખર્ચ, પણ આખરે કેમ?
Indian Navy Pakistan Warship ‘સમુદ્રમાં બિનવ્યાવસાયિક વર્તણૂક’ ભારતીય યુદ્ધજહાજ સાથે ટક્કર મામલે ભારતે પાકિસ્તાનને પરખાવ્યા આકરા વેણ
Russian Drone Strikes In Black Sea બ્લેક સીમાં રશિયાનો ૪ કાર્ગો શિપ પર ભીષણ હુમલો ડ્રોનનો મારો ચલાવ્યો, એક જહાજના કેપ્ટનનું મોત
Exit mobile version