Site icon News Continuous Bureau | Mumbai

Donald Trump Iran Threat| સવારસવારમાં જ ઈરાન પર ભડક્યા ડોનાલ્ડ ટ્રમ્પ, બોમ્બ અને ફાઈટર જેટના AI પિક્ચરે વધાર્યું વૈશ્વિક સસ્પેન્સ

Donald Trump Iran Threat| માર્કો રુબિયોની દિલ્હી મુલાકાત વચ્ચે ટ્રમ્પે કહ્યું 'હું ઓબામા જેવી કોઈ ખરાબ ડીલ નહીં કરું, જ્યાં સુધી સંપૂર્ણ કરાર નહીં થાય ત્યાં સુધી દરિયાઈ નાકાબંધી ચાલુ રહેશે'

Donald Trump Iran Threat| સવારસવારમાં જ ઈરાન પર ભડક્યા ડોનાલ્ડ ટ્રમ્પ, બોમ્બ અને ફાઈટર જેટના AI પિક્ચરે વધાર્યું વૈશ્વિક સસ્પેન્સ

Donald Trump Iran Threat| સવારસવારમાં જ ઈરાન પર ભડક્યા ડોનાલ્ડ ટ્રમ્પ, બોમ્બ અને ફાઈટર જેટના AI પિક્ચરે વધાર્યું વૈશ્વિક સસ્પેન્સ

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

Donald Trump Iran Threat| અમેરિકા અને ઈરાન વચ્ચે સંભવિત શાંતિ કરારને લઈને ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે એક નવો વળાંક આવ્યો છે. અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર એક ચોંકાવનારો AI ફોટો શેર કરીને ઈરાનને ખુલ્લી ધમકી આપી છે. આ ડિજિટલ ફોટોમાં એક ફાઈટર જેટની નીચે મોટો બોમ્બ લટકતો દેખાઈ રહ્યો છે, જેના પર સંદેશ લખવામાં આવ્યો છે ‘આ બાબત પર ધ્યાન આપવા બદલ આભાર’. ટ્રમ્પની આ પોસ્ટ એવા સમયે આવી છે જ્યારે બંને દેશો વચ્ચે યુદ્ધ વિરામ અને હોર્મુઝની સામુદ્રધુની ફરી ખોલવા માટે દિલ્હી સહિત વૈશ્વિક સ્તરે વાટાઘાટો ચાલી રહી છે. આ પહેલા અમેરિકી વિદેશ સચિવ માર્કો રુબિયોએ દિલ્હીમાં ટૂંક સમયમાં જ ખુશખબરી મળવાના સંકેત આપ્યા હતા, પરંતુ ટ્રમ્પની આ આક્રમક પોસ્ટે ફરી એકવાર સમગ્ર ડીલ પર સસ્પેન્સ વધારી દીધું છે.

ભૂતપૂર્વ પ્રમુખ ઓબામા પર ભડક્યા ટ્રમ્પ; કહ્યું- ‘હું કોઈ ખરાબ કરાર કરવા તૈયાર નથી’

ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર પૂર્વ રાષ્ટ્રપ્રમુખ બરાક ઓબામાની જૂની ન્યુક્લિયર ડીલની આકરી ટીકા કરી છે. ટ્રમ્પે લખ્યું કે, “જો હું ઈરાન સાથે કોઈ કરાર કરીશ તો તે સંપૂર્ણપણે યોગ્ય અને ન્યાયી હશે. આ ઓબામાના સમયના કરાર જેવો બિલકુલ નહીં હોય, જેણે ઈરાનને અબજો ડોલરની રોકડ રકમ સોંપી દીધી હતી અને તેમના માટે પરમાણુ હથિયાર બનાવવાનો રસ્તો સાવ ખુલ્લો કરી દીધો હતો.” ટ્રમ્પે સ્પષ્ટ કર્યું કે તેમનો કરાર જૂના કરારથી એકદમ વિપરીત હશે. તેમણે વિરોધ કરનારાઓ પર નિશાન સાધતા કહ્યું કે, જે લોકોને આ ડીલ વિશે કશી ખબર જ નથી, તેમણે ખોટી આલોચના બંધ કરવી જોઈએ, કારણ કે હું ક્યારેય દેશના હિત વિરુદ્ધ કોઈ ખરાબ કરાર કરતો નથી.

વાતચીતમાં પ્રગતિ છતાં ડીલ હજુ ફાઈનલ નથી; નાકાબંધી યથાવત રહેશે

અમેરિકી રાષ્ટ્રપ્રમુખે મીડિયામાં ચાલી રહેલી અટકળોને શાંત પાડતા સોમવારે સવારે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે ઈરાન સાથે વેપાર અને સુરક્ષાના મુદ્દાઓ પર વાતચીત ખૂબ જ વ્યવસ્થિત અને સકારાત્મક દિશામાં આગળ વધી રહી છે, પરંતુ કરાર હજુ પૂરી રીતે ફિક્સ થયો નથી. ટ્રમ્પે તેમના અધિકારીઓને આદેશ આપ્યો છે કે કોઈ પણ પ્રકારની ઉતાવળ કરવાની જરૂર નથી કારણ કે સમય અત્યારે અમેરિકાના પક્ષમાં છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે જ્યાં સુધી બંને દેશો વચ્ચે સત્તાવાર કરાર પર હસ્તાક્ષર નહીં થાય અને તેને પ્રમાણિત કરવામાં નહીં આવે, ત્યાં સુધી ઈરાનના બંદરો પર અમેરિકી સેનાની દરિયાઈ નાકાબંધી સંપૂર્ણ શક્તિ સાથે ચાલુ જ રહેશે.

કયા મુદ્દાઓ પર અટકી છે અમેરિકા-ઈરાન શાંતિ ડીલ?

આંતરરાષ્ટ્રીય મીડિયા અહેવાલો અનુસાર, સૂચિત કરારમાં બંને પક્ષો વચ્ચેના યુદ્ધનો અંત લાવવા માટેનો એક મોટો રોડમેપ તૈયાર કરવામાં આવી રહ્યો છે. ઈરાન તરફથી દાવો કરવામાં આવ્યો છે કે અમેરિકા વાટાઘાટો દરમિયાન તેલ નિકાસ પરના પ્રતિબંધો હટાવવા સંમત થયું છે. જો કે, અલ જજીરાના અહેવાલો મુજબ, મુખ્ય વિવાદ અત્યારે બે મહત્વના મુદ્દાઓ પર અટક્યો છે – પહેલો મુદ્દો ઈરાનની ફ્રીઝ થયેલી સંપત્તિઓને મુક્ત કરવાનો છે અને બીજો લેબનાનમાં સંપૂર્ણ યુદ્ધવિરામ લાગુ કરવાનો છે. આ સિવાય હોર્મુઝ સ્ટ્રેટમાં વ્યાપારી જહાજોની સુરક્ષા અને ઈરાનનો પરમાણુ કાર્યક્રમ પણ હજુ વિવાદના કેન્દ્રમાં બનેલા છે, જેને ઉકેલવા માટે બંને પક્ષોના રાજદ્વારીઓ સતત પ્રયત્નો કરી રહ્યા છે.

👉 આ સમાચાર વાચો:
IndiaUS Relation।માર્કો રુબિયોની નિયુક્તિથી ભારતને થશે આ મોટા ફાયદા, ટ્રમ્પના સરપ્રાઇઝ કોલ પાછળનું અસલી રહસ્ય આઉટ

Israel Turkey Tensions સીરિયા મુદ્દે ઇઝરાઇલ અને તુર્કી સામસામે મધ્ય પૂર્વમાં નવા યુદ્ધનું જોખમ વધ્યું કે માત્ર રાજકીય રમત? જાણો વિગતવાર.
Cash Craze India અમેરિકા અને યુરોપ પાછળ છૂટી ગયા! UPI યુગમાં પણ ભારતીયોમાં કેશ પ્રત્યેનો પ્રેમ અકબંધ, નોટ છાપવાનો રેકોર્ડ આગળ.
Mumbai Road Widening મુંબઈમાં રોડ પહોળો કરવાની કામગીરી વેગવાન, વિક્રોલી ફ્લાઈઓવર પાસે બીએમસીએ ૨૮ ગેરકાયદે બાંધકામો હટાવ્યા
US Tariff Deal વેપાર કરાર રદ્દ થતા અમેરિકાએ કેનેડા પર નાખ્યો ૫૦% ટેરિફ, કેનેડિયન પીએમની પણ કડક પ્રતિક્રિયા
Exit mobile version