બિપીન રાવતના નિધન પર પાકિસ્તાની સેના ને દુઃખ થયું. આપ્યો આ સંદેશ

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 10 ડિસેમ્બર 2021

શુક્રવાર.

તમામ પાકિસ્તાનીઓ પણ સીડીએસ બિપિન રાવતના મૃત્યુના સમાચાર પર દુખ જાહેર કરી રહ્યા છે. એમ. નોમાન નામના એક યુઝરે લખ્યું હતું કે, સીડીએસ બિપિન રાવતના મૃત્યુના સમાચાર જાણીને હું શોકમાં છું. આ દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોના પરિવારજનો પ્રત્યે મારી સંવેદનાઓ.  તમામ લોકો પાકિસ્તાની સેનાની પણ પ્રશંસા કરી રહ્યા છે. ઈબ્રાહિમ હનીફ નામના એક યુઝરે લખ્યું હતું કે, માનવતા સૌથી પહેલા આવે છે અને પાકિસ્તાની આર્મીએ પ્રોફેશનલિઝમ દેખાડ્યું છે. અમે લોકો નફરતમાં વિશ્વાસ નથી રાખતા.  મંસૂર નામના અન્ય એક યુઝરે લખ્યું હતું કે, આ માનવતાનો સંદેશો છે. જાે અમારો દુશ્મન પણ પીડામાં મરે તો પણ એ જીવનું જ નુકસાન છે. માનવતાના આધાર પર આપણે આને લઈ ખુશ ન થવું જાેઈએ. આપણે આપણા પાડોશી દેશના દુખમાં સહભાગી બનવું જાેઈએ. પાકિસ્તાની સેનાએ સીડીએસ બિપિન રાવતનું હેલિકોપ્ટર ક્રેશમાં મૃત્યુ થયું તેને લઈ દુખ વ્યક્ત કર્યું છે. તમિલનાડુના કુન્નૂર ખાતે બુધવારે બનેલી દુર્ઘટનામાં સીડીએસ રાવતના પત્ની સહિત ૧૩ લોકોના મોત થયા છે. આ સમાચારના કારણે આખા દેશમાં શોકની લહેર વ્યાપી છે. પાકિસ્તાનથી પણ લોકો સીડીએસ બિપિન રાવત અને આ દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોના મૃત્યુ પર પોતાની સંવેદનાઓ વ્યક્ત કરી રહ્યા છે.  પાકિસ્તાની સેનાએ પોતાના સત્તાવાર ટિ્‌વટર એકાઉન્ટ પરથી ટિ્‌વટ કરીને લખ્યું હતું કે, 'જનરલ નદીમ રજા, જનરલ કમર જાવેદ બાજવા અને સીઓએસ (ચીફ ઓફ ધ આર્મી સ્ટાફ) ભારતમાં થયેલા હેલિકોપ્ટર ક્રેશમાં સીડીએસ જનરલ બિપિન રાવત, તેમના પત્ની અને અન્ય લોકોના દુર્ઘટનાપૂર્ણ મૃત્યુ પર પોતાની સંવેદનાઓ જાહેર કરે છે.'

લ્યો કરો વાત : રાજકોટમાં કોરોના મોતના આંકડા ૪૫૮ અને પચાસ હજાર ના વળતર માટે ૪૨૦૦ અરજી આવી
 

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment