Site icon

અમેરિકામાં જોરદાર વાવાઝોડું અને તોફાન- 70 થી વધુ ના મોત-જાણો વિગત

News Continuous Bureau | Mumbai

ફ્લોરિડા અને ઉત્તરી કૈરોલિનામાં(Florida and North Carolina) ઇયાન તોફાનથી(ian storm) અરાજકતા ફેલાઈ ગઈ છે. ઇયાન તોફાને બુધવાર અને ગુરૂવારે ફ્લોરિડામાં તબાહી મચાવ્યા બાદ શુક્રવારે અમેરિકી રાજ્ય(American state) દક્ષઇમ કૈરોલિનામાં (South Carolina) એન્ટ્રી કરી હતી. ત્યારબાદ તે શનિવારે દક્ષિણ-મધ્ય વર્જીનિયા(South-central Virginia) તરફ જતું રહ્યું હતું.  

Join Our WhatsApp Community

આ તોફાનથી મૃત્યુ પામનારની સંખ્યા ૭૭ થઈ ચુકી છે અને આ આંકડો વધી શકે છે. અમેરિકાના મીડિયાએ શુક્રવારે કહ્યું હતું કે ફ્લોરિડામાં ઇયાન તોફાનથી ઓછામાં ઓછા ૪૫ શંકાસ્પદ મોતની સૂચના છે. ફ્લોરિડામાં ઇમજરન્સી મેનેજમેન્ટના(Emergency Management) ડાયરેક્ટર કેવિન ગુથરીએ(Director Kevin Guthrie) કહ્યુ કે રાજ્યમાં ઇયાન તોફાનથી એક મોતની પુષ્ટિ થઈ છે જ્યારે ૨૦ અપુષ્ટ મોતની તપાસ ચાલી રહી છે. ફ્લોરિડાના ગવર્નર(Governor of Florida) રોન ડેન્સેટિસ(Ron Densetis) અનુસાર ઇયાન ફ્લોડિરામાં બુધવારે પહોંચ્યા બાદ ઓછામાં ઓછા ૧૧૦૦ લોકોને બચાવવામાં આવ્યા છે. તોફાનના કારણે ઘણા લોકો લાપતા પણ થયા છે. તોફાનને કારણે રાજ્યના ૧૯ લાખ લોકો અંધારામાં રહેવા માટે મજબૂર છે. 

આ સમાચાર પણ વાંચો : વિશ્વમાં 25 ટકા મુસ્લિમો- ટીવી શોમાં માત્ર 1 ટકાની ભૂમિકા- મલાલા યુસુફઝાઈ હોલીવુડની ટીકા કરે છે

અમેરિકી મીડિયા અનુસાર શુક્રવારે દક્ષિણ કૈરોલિનામાં બે લાખથી વધુ અને ઉત્તરી કૈરોલિનામાં ૧.૩૮ લાખથી વધુ વીજળી કટ કરવામાં આવી. અમેરિકી રાષ્ટ્રપતિ જાે બાઇડેને દક્ષિણ કૈરોલિનામાં ઇમરજન્સીની જાહેરાત કરી અને કહ્યું કે ઇયાન તોફાન ફ્લોરિડાના ઈતિહાસમાં સૌથી ઘાતક તોફાન સાબિત થઈ શકે છે.

 

Iran Protest: ઈરાનમાં લોહીની નદીઓ વહી, ખામનેઈના આદેશ બાદ પ્રદર્શનકારીઓ પર અંધાધુંધ ફાયરિંગ, અત્યારસુધી થયા આટલા લોકોના કરુણ મોત
India-Russia Oil Deal: રશિયન તેલ પર 500% ટેરિફની ટ્રમ્પની ધમકી સામે ભારતની લાલ આંખ, રાષ્ટ્રીય હિત માટે નમવાની ચોખ્ખી ના
Venezuela Oil India: ભારત માટે ખુલી શકે છે વેનેઝુએલાના તેલના દ્વાર, ટ્રમ્પ પ્રશાસન મંજૂરી આપવા તૈયાર, પણ રાખવામાં આવી આ મોટી શરત!
Iran Protest 2026: ઈરાની વિરોધ પ્રદર્શન વચ્ચે ટ્રમ્પની ખામનેઈને સખત ચેતવણી, શું અમેરિકા ફરી કોઈ મોટું સૈન્ય પગલું ભરશે?
Exit mobile version