ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 31 ઑગસ્ટ, 2021
મંગળવાર
સાઉદી અરેબિયા સ્થિત એક એરપોર્ટ પર ડ્રોન હુમલો થયો છે. તેમાં આઠને ગંભીર ઇજા થઈ છે.
આ ડ્રોન હુમલામા એક પેસેન્જર પ્લેનને પણ નુકસાન પહોંચ્યું છે.
સાઉદી અરેબિયાના સત્તાવાર મીડિયા મુજબ યમનમાં હૌથી બળવાખોરો સામે ચાલતા જંગ દરમિયાન સાઉદી એરપોર્ટને લક્ષ્યાંક બનાવવામાં આવ્યું હતું.
યમનમાં હૌથી બળવાખોરો અને સાઉદી અરેબિયાના લશ્કર વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે.
અનુસાર ઘટના બન્યાં બાદ હજી સુધી કોઈ પણ દળે આ હુમલાની જવાબદારી લીધી નથી. છેલ્લા 24 કલાકમાં આ બીજી વાર ડ્રોન હુમલાની ઘટના બની છે.
જો કે પહેલી વાર પણ જ્યારે ડ્રોન હુમલો કરવામાં આવ્યો ત્યારે કોઈ પણ વિદ્રોહી દળે તેની જવાબદારી લીધી નહોતી.
યમનમાં ઇરાન સમર્થિત શિયા બળવાખોરો સામે લડનારા સાઉદીની આગેવાની હેઠળના લશ્કરી જોડાણે હુમલા અંગે વિસ્તારપૂર્વક જાણકારી આપી નથી. હુમલામાં જાનહાનિ અંગે પણ કશું જણાવ્યું નથી.
મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં તોફાની વરસાદ, જલગાંવનો ચાલીસગાંવ વિસ્તાર નદીમાં ફેરવાયો; જુઓ વીડિયો