News Continuous Bureau | Mumbai
Dubai Flood: મધ્ય પૂર્વના દેશો મોટાભાગે ભારે ગરમીથી પીડાય છે. અહીંના રણના શહેરો સમગ્ર વિશ્વમાં આકર્ષણનું કેન્દ્ર બનેલા છે. જ્યારે રણ વિસ્તારનો ઉલ્લેખ કરવામાં આવે છે, ત્યારે સામાન્ય રીતે વ્યક્તિના મનમાં સૂકી જમીન અને જ્વલંત ગરમી જોવા મળે છે. પરંતુ હવે કદાચ વાતાવરણ અહીં આ વિસ્તારોમાં તેનું અલગ ચહેરો બતાવી રહ્યું છે. દુબઈ હાલમાં પૂરની ઝપેટમાં છે. રસ્તાઓ પાણીથી ભરાઈ ગયા છે. શાળા-કોલેજ, શોપિંગ મોલ, પાર્કિંગ, લગભગ તમામ જગ્યાઓ પાણીમાં ગરકાવ છે. સ્થિતિ એવી છે કે દુબઈ એરપોર્ટ પણ પૂરની ઝપેટમાં આવી ગયું છે. રનવે સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ગયો છે. પણ સવાલ એ છે કે દુબઈમાં ( Dubai ) આટલો વરસાદ પડ્યો કેમ? કેટલાક લોકો કહી રહ્યા છે કે ક્લાઉડ સીડિંગના કારણે પૂર આવ્યું છે પરંતુ નિષ્ણાતોનું માનવું છે કે આ કારણ નથી.
હિંદુસ્તાન ટાઈમ્સના અહેવાલ મુજબ, હવામાનશાસ્ત્રીઓએ કહ્યું કે ક્લાઉડ સીડિંગ સાથે, વરસાદ થઈ શકે છે, પરંતુ તે વાસ્તવમાં ( Heavy rain ) વરસાદ અથવા પૂર નથી લાવી શકતું. તેથી કલાઉસિડીંગ સિસ્ટમના કારણે આવી સ્થિતિ સર્જાણી એ કહેવુ ખોટુ રહેશે.
Dubai Flood: ક્લાઉડ સીડિંગ એ દાયકાઓ જૂની સિસ્ટમ..
ક્લાઉડ સીડિંગ ( Cloud seeding ) એ દાયકાઓ જૂની સિસ્ટમ હોવા છતાં, હવામાન વિભાગ દ્વારા એ કહેવું ખુબ મુશ્કેલ છે કે આ સિસ્ટમ યોગ્ય રીતે કાર્ય કરશે જ કે નહીં. UAEમાં જે રીતે પૂર આવ્યું, આવી ઘટના પહેલા ક્યારેય જોવા મળી ન હતી. જો કે, ક્લાઉડ સીડિંગના પરિણામે એક વર્ષમાં 4 કે 5 ઇંચથી ઓછો વરસાદ પડી શકે છે, તેનાથી વધુ નહીં.
આ સમાચાર પણ વાંચો : Mumbai News: ABP Majha નો ચોંકાવનારો સર્વે. મુંબઈમાંથી ઉદ્ધવ ઠાકરેનું રાજનૈતિક ઉઠમણું થશે. જાણો શું કહે છે સર્વે
નિષ્ણાંતોનું માનવું છે કે દુબઈમાં વરસાદની આગાહી ( Rain forecast ) ઘણા દિવસો અગાઉથી કરવામાં આવી હતી. 6 દિવસ પહેલા જ કેટલાક ઈંચ વરસાદની આગાહી કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે ક્લાઉડ સીડિંગને દોષ આપવાથી હવામાન વિભાગની આગાહીઓ અને પૂર આવવાના અન્ય કારણોની અવગણના થઈ શકે નહીં
જ્યારે આપણે ભારે વરસાદ વિશે વાત કરીએ છીએ, ત્યારે આપણે આબોહવા પરિવર્તન વિશે પણ વાત કરવાની જરૂર છે, ઈમ્પીરીયલ કોલેજ લંડનના આબોહવા વૈજ્ઞાનિક ફ્રેડરિક ઓટ્ટોએ જણાવ્યું હતું. ક્લાઉડ સીડીંગ પરનું ધ્યાન ભ્રામક છે. કારણ કે કલાઉ સિડીંગ વધુમાં વધુ 4 કે 5 ઈંચ જેટલો વરસાદ એક સાથે નથી કરી શકતું. તેથી ક્લાઉડ સીડીંગને પૂર માટે જવાબદાર ગણાવવુ યોગ્ય નથી.