Site icon

Dubai Flood: દુબઈમાં આટલો વરસાદ કેમ પડ્યો? વૈજ્ઞાનિકોએ કહ્યું કે તેઓ ક્લાઉડ સીડિંગને કારણ માનતા નથી..

Dubai Flood: દુબઈમા પૂર અંતર્ગત હવામાનશાસ્ત્રીઓએ કહ્યું કે ક્લાઉડ સીડિંગ સાથે, વરસાદ થઈ શકે છે, પરંતુ તે વાસ્તવમાં વરસાદ અથવા પૂર નથી લાવી શકતું. તેથી કલાઉસિડીંગ સિસ્ટમના કારણે આવી સ્થિતિ સર્જાણી એ કહેવુ ખોટુ રહેશે.

Dubai Flood Why did it rain so much in Dubai Scientists said they don't believe cloud seeding is the cause

Dubai Flood Why did it rain so much in Dubai Scientists said they don't believe cloud seeding is the cause

News Continuous Bureau | Mumbai

Dubai Flood: મધ્ય પૂર્વના દેશો મોટાભાગે ભારે ગરમીથી પીડાય છે. અહીંના રણના શહેરો સમગ્ર વિશ્વમાં આકર્ષણનું કેન્દ્ર બનેલા છે. જ્યારે રણ વિસ્તારનો ઉલ્લેખ કરવામાં આવે છે, ત્યારે સામાન્ય રીતે વ્યક્તિના મનમાં સૂકી જમીન અને જ્વલંત ગરમી જોવા મળે છે. પરંતુ હવે કદાચ વાતાવરણ અહીં આ વિસ્તારોમાં તેનું અલગ ચહેરો બતાવી રહ્યું છે. દુબઈ હાલમાં પૂરની ઝપેટમાં છે. રસ્તાઓ પાણીથી ભરાઈ ગયા છે. શાળા-કોલેજ, શોપિંગ મોલ, પાર્કિંગ, લગભગ તમામ જગ્યાઓ પાણીમાં ગરકાવ છે. સ્થિતિ એવી છે કે દુબઈ એરપોર્ટ પણ પૂરની ઝપેટમાં આવી ગયું છે. રનવે સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ગયો છે. પણ સવાલ એ છે કે દુબઈમાં ( Dubai  ) આટલો વરસાદ પડ્યો કેમ? કેટલાક લોકો કહી રહ્યા છે કે ક્લાઉડ સીડિંગના કારણે પૂર આવ્યું છે પરંતુ નિષ્ણાતોનું માનવું છે કે આ કારણ નથી. 

Join Our WhatsApp Community

હિંદુસ્તાન ટાઈમ્સના અહેવાલ મુજબ, હવામાનશાસ્ત્રીઓએ કહ્યું કે ક્લાઉડ સીડિંગ  સાથે, વરસાદ થઈ શકે છે, પરંતુ તે વાસ્તવમાં ( Heavy rain ) વરસાદ અથવા પૂર નથી લાવી શકતું. તેથી કલાઉસિડીંગ સિસ્ટમના કારણે આવી સ્થિતિ સર્જાણી એ કહેવુ ખોટુ રહેશે.

 Dubai Flood: ક્લાઉડ સીડિંગ એ દાયકાઓ જૂની સિસ્ટમ..

ક્લાઉડ સીડિંગ ( Cloud seeding ) એ દાયકાઓ જૂની સિસ્ટમ હોવા છતાં, હવામાન વિભાગ દ્વારા એ કહેવું ખુબ મુશ્કેલ છે કે આ સિસ્ટમ યોગ્ય રીતે કાર્ય કરશે જ કે નહીં. UAEમાં જે રીતે પૂર આવ્યું, આવી ઘટના પહેલા ક્યારેય જોવા મળી ન હતી. જો કે, ક્લાઉડ સીડિંગના પરિણામે એક વર્ષમાં 4 કે 5 ઇંચથી ઓછો વરસાદ પડી શકે છે, તેનાથી વધુ નહીં.

આ સમાચાર પણ વાંચો : Mumbai News: ABP Majha નો ચોંકાવનારો સર્વે. મુંબઈમાંથી ઉદ્ધવ ઠાકરેનું રાજનૈતિક ઉઠમણું થશે. જાણો શું કહે છે સર્વે

નિષ્ણાંતોનું માનવું છે કે દુબઈમાં વરસાદની આગાહી ( Rain forecast ) ઘણા દિવસો અગાઉથી કરવામાં આવી હતી. 6 દિવસ પહેલા જ કેટલાક ઈંચ વરસાદની આગાહી કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે ક્લાઉડ સીડિંગને દોષ આપવાથી હવામાન વિભાગની આગાહીઓ અને પૂર આવવાના અન્ય કારણોની અવગણના થઈ શકે નહીં

જ્યારે આપણે ભારે વરસાદ વિશે વાત કરીએ છીએ, ત્યારે આપણે આબોહવા પરિવર્તન વિશે પણ વાત કરવાની જરૂર છે, ઈમ્પીરીયલ કોલેજ લંડનના આબોહવા વૈજ્ઞાનિક ફ્રેડરિક ઓટ્ટોએ જણાવ્યું હતું. ક્લાઉડ સીડીંગ પરનું ધ્યાન ભ્રામક છે. કારણ કે કલાઉ સિડીંગ વધુમાં વધુ 4 કે 5 ઈંચ જેટલો વરસાદ એક સાથે નથી કરી શકતું. તેથી ક્લાઉડ સીડીંગને પૂર માટે જવાબદાર ગણાવવુ યોગ્ય નથી.

 

Iran US War Kharg Island: ખર્ગ આઈલેન્ડ પર હુમલા બાદ ઈરાને રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું, અમેરિકા અને સાથી દેશોને આપી ભયાનક અંજામની ચેતવણી.
Taliban Drone Attack Islamabad: પાકિસ્તાનમાં તાલિબાનનો આતંક! ઇસ્લામાબાદ એરપોર્ટ પર ભયાનક ડ્રોન એટેક, અનેક સૈનિકોના મોતના દાવાથી મચી ગઈ અફરાતફરી
De-dollarization Move: ઈરાનનો ‘યુઆન’ દાવ! ડોલરને ફેંકી દેશે બહાર? હોર્મુઝની સામુદ્રધુનીમાં તેલના વેપાર માટે ઈરાને બદલ્યા નિયમો.
US Strike on Iran Oil: ખર્ગ આઈલેન્ડ: ઈરાનની શક્તિ કે સૌથી મોટી નબળાઈ? અમેરિકાના નિશાને રહેલા આ ટાપુ પાછળનું અસલી ગણિત જાણો
Exit mobile version