ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૨ મે ૨૦૨૧
શનિવાર
કોરોના વાયરસના સંક્રમણને રોકવા આખા વિશ્વનો દારોમદાર હવે રસી પર છે. એવામાં આ રસી બનાવતી કંપીનના માલિકોને લીલાલહેર થઈ ગઈ છે. મહામારીના કાળ છતાં તેઓ હવે અબજોપતિની યાદીમાં જોડાઈ ગયા છે. આ દરમિયાન નવ નવા લોકો અબજોપતિની યાદીમાં જોડાયાનો દાવો ગ્રુપ પીપલ્સ વેક્સિન એલાયન્સ દ્વારા કરવામાં આવ્યો હતો. આ સંસ્થા રસી ઉપરના પેટન્ટને દૂર કરવા અને એના ઉત્પાદનમાંના પ્રતિબંધોને દૂર કરવા માગે છે.
આ નવ લોકોની કુલ સંપતિ ૧૯.3 અબજ ડૉલર જેટલી છે. એમાં આઠ અબજોપતિની સંપત્તિમાં ૩૨.3 અબજ ડૉલરનો વધારો થયો છે. આ નવ અબજોપતિની સંપત્તિમાં ગરીબ દેશોની સમગ્ર વસતીનું એક કરતાં વધુ વખત રસીકરણ કરવું શક્ય છે. નવા અબજોપતિઓની યાદીમાં મૉડર્નના સ્ટીફન બંસલ પ્રથમ ક્રમે છે.
એ પછી ફાયઝર રસી ઉત્પાદક બાયોએન્ટેકના વડા, ઉગર સાહિન છે. ચીની કંપની કેસિનો બાયોલોજિક્સના ત્રણ સહસ્થાપક પણ નવા અબજોપતિની યાદીમાં છે. સિરમ ઇન્સ્ટિટ્યૂટના આદર પુનાવાલાની સંપત્તિ કોરોનાના સમયગાળા દરમિયાન ૨.૨ અબજ ડૉલરથી વધીને ૧૨.૭ અબજ ડૉલરની થઈ ગઈ છે. કેડિલેકના અધ્યક્ષ પંકજ પટેલની સંપત્તિ જે ગયા વર્ષે ૨.૯ અબજ હતી એ વધીને પાંચ અબજ ડૉલરે પહોંચી ગઈ છે.
