ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 5 ફેબ્રુઆરી 2022
શનિવાર.
અફઘાનિસ્તાન અને તાઝિકિસ્તાનની સરહદે સ્થાનિકોએ આજે સવારે ભૂકંપના તેજ આંચકાનો અનુભવ કર્યો છે.
ભૂકંપ વિજ્ઞાન રાષ્ટ્રીય કેન્દ્ર દ્વારા મળતી જાણકારી પ્રમાણે રિક્ટર સ્કેલ પર તેની 5.7 જેટલી તીવ્રતા નોંધાઈ છે.
ભૂકંપ એટલો તીવ્ર હતો કે તેના આંચકા ભારતમાં કાશ્મીરથી લઈને રાજધાની દિલ્હીને અડીને આવેલા નોએડા સુધી અનુભવાયા છે.
અફઘાનિસ્તાન અને તાઝિકિસ્તાનમાં ભૂકંપના કારણે ભારે નુકસાનની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
જોકે હજુ સુધી કોઈ નુકસાનના સમાચાર સામે આવ્યા નથી.
ફરહાન અખ્તર-શિબાની દાંડેકરના લગ્ન ફેબ્રુઆરી ની આ તારીખે થશે, પિતા જાવેદ અખ્તરે કરી પુષ્ટિ; જાણો વિગત
