જાપાનની ધરા ધણધણી ઉઠી, આ ક્ષેત્રમાં 6.3ની તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં ફેલાયો ફફડાટ

Earthquake of 6.3 magnitude strikes western Japan, no tsunami warning

Earthquake of 6.3 magnitude strikes western Japan, no tsunami warning

News Continuous Bureau | Mumbai

જાપાનના મધ્ય ઇશિકાવા ક્ષેત્રમાં આજે (5 મે)ના જોરદાર ભૂકંપના આંચકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.3 છે. જાપાનની હવામાન એજન્સી અનુસાર ભૂકંપ બપોરે 2:42 કલાકે આવ્યો હતો. ભૂકંપની ઊંડાઈ પૃથ્વીની સપાટીથી 10 કિમી નીચે નોંધવામાં આવી હતી.

Join Our WhatsApp Community

ઇશિકાવા પ્રદેશમાં ભૂકંપ પછી, સ્થાનિક વહીવટીતંત્રે નુકસાનની સમીક્ષા કરી અને ખંડેર ઇમારતોની તપાસ કરી. હવામાન એજન્સીએ કહ્યું કે સુનામીનો કોઈ ખતરો નથી. જાપાનની સમાચાર એજન્સી જીજીએ અહેવાલ આપ્યો છે કે, ઈશીકાવાના પ્રીફેકચરલ પોલીસ વિભાગ ક્ષતિગ્રસ્ત ઈમારતોના અહેવાલોની તપાસ કરી રહ્યું છે.

નુકસાનનું મૂલ્યાંકન

આ ભૂકંપ ટોક્યોના ઉત્તરપશ્ચિમમાં લગભગ 300 કિલોમીટરના અંતરે સ્થિત જાપાની દરિયાકાંઠાના ઇશિકાવા પ્રીફેક્ચરના નોટો પેનિન્સુલાના ઉત્તરીય છેડે આવ્યો હતો. જાપાનના મુખ્ય કેબિનેટ સચિવ હિરોકાઝુ માત્સુનોએ ભૂકંપ બાદ માહિતી આપી હતી કે અમે ભૂકંપ પછીની પરિસ્થિતિને સંભાળવા માટે કામ કરી રહ્યા છીએ. અમે સ્થાનિક સત્તાવાળાઓ સાથે સંકલનમાં કટોકટી-આપત્તિના પગલાં અમલમાં મૂકવા માટે શ્રેષ્ઠ પ્રયાસો કરી રહ્યા છીએ.

આ સમાચાર પણ વાંચો : નીતિશ સરકારને તગડો ઝટકો, નહીં કરી શકે જાતિ વસ્તી ગણતરી, હાઈકોર્ટે આ તારીખ સુધી મુક્યો પ્રતિબંધ

મુખ્ય કેબિનેટ સચિવે નાગરિકોને અપીલ કરી

મુખ્ય કેબિનેટ સચિવ હિરોકાઝુ માત્સુનોએ ભૂકંપ પ્રભાવિત વિસ્તારમાં રહેતા લોકોને અપીલ કરી છે. તેમણે લોકોને સ્થાનિક અધિકારીઓ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર કાર્ય કરવાની સલાહ આપી હતી. આ ઉપરાંત ટેલિવિઝન, રેડિયો અને ઈન્ટરનેટ દ્વારા મળતી માહિતી પર ધ્યાન આપવા પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો.

પશ્ચિમ જાપાન રેલ્વેએ જણાવ્યું હતું કે ભૂકંપના કારણે નાગાનો અને કનાઝાવા સ્ટેશનો વચ્ચે હોકુરીકુ શિંકનસેન સહિત કેટલીક ટ્રેન લાઇન સ્થગિત કરવામાં આવી હતી. તે જ સમયે, ટોક્યો ઇલેક્ટ્રિક પાવર કંપની હોલ્ડિંગ્સે નિગાતા પ્રીફેક્ચરમાં કાશીવાઝાકી-કરીવા ન્યુક્લિયર પાવર પ્લાન્ટમાં ભૂકંપને કારણે કોઈ નુકસાનની જાણ કરી નથી.

PM Modi Oman visit: ભારત-ઓમાનની દોસ્તી મિસાલ: લહેરો અને હવામાનના ઉદાહરણ સાથે પીએમ મોદીએ સમજાવ્યું મિત્રતાનું મહત્વ, જાણો સંબોધનની મોટી વાતો
India Oman Trade Deal: ગલ્ફ દેશોમાં ભારતની મોટી એન્ટ્રી: ઓમાન સાથેની ડીલથી ખુલશે આરબ દેશોના વેપારના દરવાજા, જાણો ભારતને શું થશે ફાયદો?
Trump Boasts Again: ડોનાલ્ડ ટ્રમ્પની ફરી મોટી શેખી: ‘ટેરિફ’ના જોરે 8 મહિનામાં 10 યુદ્ધ રોકવાનો કર્યો દાવો, બાઈડેન પર કર્યા આકરા પ્રહાર
India-Bangladesh tensions: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રાજદ્વારી ગરમાવો: ઢાકામાં ભારતીય હાઈકમિશનરને મળી ધમકી, ભારતે બાંગ્લાદેશના દૂતના પાઠવ્યું તેડું
Exit mobile version