ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 28 સપ્ટેમ્બર, 2021
મંગળવાર
ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રો ઉપર ઈંડુ ફેંકાયાની ઘટના બની છે. આ ઈંડુ મેક્રોના ખભા પર લાગ્યું. પ્રાપ્ત જાણકારી મુજબ મેક્રો ફટાન્સના લ્યોન શહેરમાં એક ઈન્ટરનેશનલ ફુડ ટ્રેડ ફેયરમાં ભાગ લેવા પહોંચ્યા એક વ્યક્તિએ તેમના પર ઈંડું ફેંક્યું હતું. જેનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વિડીયોમાં જોઈ શકાય છે કે ઈમેન્યુઅલ મેક્રો ભીડ વચ્ચેથી પસાર થઈ રહ્યા છે, ત્યારે એક ઈંડું તેમના ખભા પર આવીને લાગે છે. પરંતુ તૂટ્યા વગર તે નીચે પડી જાય છે.
આ દરમિયાન રાષ્ટ્રપતિના બે બોડીગાર્ડસ તેમની નજીક આવતા દેખાય છે. વિડીયોમાં એ પણ દેખાય છે કે અન્ય બોડીગાર્ડસ દ્વારા એક વ્યક્તિને પકડવામાં આવે છે. ઇન્ટરનેશનલ કેટરિંગ, હોટલ એન્ડ ફૂડ ટ્રેડ ફેર (SIRHA) દરમિયાન મેક્રોને જણાવ્યું કે, ‘જો તેને મને કંઈ કહેવું હોય તો તેને આવવા દો. હું તેને પછી મળવા જઈશ.’ જો કે રાષ્ટ્રપતિ ઉપર ઈંડું શા માટે ફેંકાયું તેનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. તાજેતરમાં જ મેક્રોને એક વ્યક્તિએ થપ્પડ પણ ઝીંકી દીધી હતી.
અમેરિકી પ્રમુખ જો બાયડને લીધો કોરોના રસીનો બૂસ્ટર ડોઝ, જાણો કઈ રસી લીધી અને શું કહ્યું…
ઉલ્લેખનીય છે કે ફ્રાન્સના રાજકારણમાં ગુસ્સે ભરાયેલા વિરોધીઓ માટે ઇંડા સામાન્ય છે, અને ઇમેન્યુઅલ મેક્રોન પણ તેનાથી અપવાદ નથી. અગાઉ 2017માં પેરિસમાં તેમના નેશનલ એગ્રીકલ્ચર પ્રવાસ દરમિયાન, ટોળા દ્વારા તેમના પર ઇંડા ફેંકવામાં આવ્યા હતા, જે તેમના માથા પર ફૂટ્યા હતા.