News Continuous Bureau | Mumbai
બ્રિટનના રાજા ચાર્લ્સ તૃતીય અને તેમની પત્ની ક્વીન કોન્સોર્ટ કેમિલા પર બુધવારે યોર્કશાયરમાં એક કાર્યક્રમમાં ઈંડા ફેંકવાનો મામલો સામે આવ્યો છે. આ ઘટના રાજા ચાર્લ્સ તૃતીયના યોર્કશાયરની સત્તાવાર મુલાકાતના બીજા દિવસે બની હતી. મહારાણી એલિઝાબેથ દ્વિતીયના નિધન બાદ આ શાહી દંપતી પ્રથમ વખત અહીં પહોંચ્યું હતું. આ મામલે 23 વર્ષના એક યુવકની ધરપકડ કરવામાં આવી છે.
આરોપીએ કિંગ ચાર્લ્સ તૃતીયને નિશાન બનાવીને સતત ત્રણ ઈંડા ફેંક્યા હતા. પરંતુ નિશાન ચૂકી જવાને કારણે ઈંડા જમીન પર પડ્યા. દરમિયાન, રાજા ચાર્લ્સે બેધડક લોકોને મળવાનું ચાલુ રાખ્યું અને તેમનું અભિવાદન સ્વીકાર કરતા રહ્યા.
આ સમાચાર પણ વાંચો: ના હોય- ડિજિટલ પેમેન્ટ્સમાં તેજી છતાં દેશમાં સામાન્ય લોકો પાસે રોકડમાં અધધ આટલા લાખ કરોડનો વધારો- જાણો ચોંકાવનારા આંકડાઓ
અહેવાલો અનુસાર, રાજા ચાર્લ્સ તૃતીયને નિશાન બનાવનાર અને તેમના પર ઇંડા ફેંકનાર વ્યક્તિએ બૂમ પાડીને કહ્યું, આ દેશ ગુલામોના લોહીથી બનેલો છે. કિંગ ચાર્લ્સ અને કેમિલા અહીં તેમની માતા અને સ્વર્ગસ્થ રાણી એલિઝાબેથ દ્વિતીયની પ્રતિમાનું અનાવરણ કરવા પહોંચ્યા હતા.
નોર્થ યોર્કશાયર પોલીસે એક નિવેદન જારી કરીને કહ્યું કે આરોપી હાલ પોલીસ કસ્ટડીમાં છે. પોલીસે આરોપીની ઓળખ જાહેર કરી નથી.
આ ઘટનાના વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે ઈંડાથી કરવામાં આવેલામાં હુમલામાં કિંગ ચાર્લ્સ તૃતીય માંડમાંડ બચી ગયા, ત્યારબાદ લોકો ‘ગોડ સેવ ધ કિંગ’ અને ‘શેમ ઓન યુ’ના નારા લગાવવા લાગ્યા હતા.
આ સમાચાર પણ વાંચો: Biggest lottery Jackpot- લોટરીમાં એક વ્યક્તિએ જીત્યા 16000 કરોડ- આટલા પૈસાથી બની શકે છે બુર્જ ખલીફા
બ્રિટનમાં ગુલામીનો ઇતિહાસ
ઘણા દેશોમાં, ગુલામોના વેપારમાં બ્રિટન અને રાજવી પરિવારની ભૂમિકા પર સમયાંતરે આંગળીઓ ઉઠતી રહી છે. આ વર્ષની શરૂઆતમાં, પ્રિન્સ વિલિયમ અને તેમની પત્ની કેથરીન દ્વારા કેરેબિયનની મુલાકાત દરમિયાન પણ ગુલામીને પ્રોત્સાહન આપવા બદલ શાહી પરિવાર પાસેથી માફી માંગવાની માંગ કરી હતી.
વર્ષ 1986 માં, જ્યારે રાણી એલિઝાબેથ દ્વિતીય ન્યુઝીલેન્ડના ઓકલેન્ડ પહોંચ્યા હતા, તે સમયે તેમના પર પણ ઈંડા ફેંકવાની ઘટના બની હતી, જેના કારણે તેઓ ઘણા દુઃખી પણ થયા હતા.
Join Our WhatsApp Community