News Continuous Bureau | Mumbai
Egypt Economic Crisis : પાડોશી દેશ પાકિસ્તાનની જેમ વિશ્વનો અન્ય એક મુસ્લિમ દેશ પણ ગરીબીના માર્ગે છે. અહીંની અર્થવ્યવસ્થા ( Economy ) પડી ભાંગી છે. જાણકારી અનુસાર, પ્રાચીન દેશ ઇજિપ્ત ( Egypt ) ભૂમધ્ય સમુદ્રમાં સ્થિત તેના નગર રાસ અલ હિકમાને ( Ras El Hikma ) લગભગ 22 અબજ ડોલરમાં UAEને આપવા જઇ રહ્યું છે. આ નગર તેના સુંદર બીચ માટે જાણીતું છે અને તેથી જ તેને ‘હેવન ઓન અર્થ’ કહેવામાં આવે છે.
દેશભરમાં વિરોધ પ્રદર્શન
ઈજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફતેહ અલ સીસીના ( Abdel Fattah El-Sisi ) આ નિર્ણય સામે દેશભરમાં વિરોધ પ્રદર્શન શરૂ થઈ ગયા છે. ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહેલા ઇજિપ્તને વિદેશી ચલણની ( foreign currency ) સખત જરૂર છે. આ કારણોસર, તેઓ તેમના ખૂબ જ મહત્વપૂર્ણ શહેરને UAEના રોકાણકારોને સોંપવા જઈ રહ્યા છે. ઇજિપ્તના એક અધિકારીએ આ ડીલની પુષ્ટિ કરી છે.
‘રાસ અલ હિકમા’ નગર ઇજિપ્તના ઉત્તર પશ્ચિમ કિનારે આવેલું છે.
ઇજિપ્તના અધિકારીએ કહ્યું કે યુએઇના રોકાણકારો આ ખૂબ જ ખાસ નગર રાસ અલ હિકમાને ખરીદશે, જે ભૂમધ્ય સમુદ્રમાં ઇજિપ્તના ઉત્તર પશ્ચિમ કિનારે સ્થિત છે. આ પહેલા પણ આ નગરને વેચવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, ત્યારે તેની ઘણી ટીકા થઈ હતી. ટીકાકારોનું કહેવું છે કે આ ડીલ પછી ઇજિપ્ત તેના સૌથી સુંદર દરિયાકાંઠાના શહેર પરનું નિયંત્રણ ગુમાવશે. ઇજિપ્તની આર્થિક સ્થિતિ એટલી ખરાબ છે કે તેના ચલણની કિંમત બ્લેક માર્કેટમાં યુએસ ડોલર કરતાં અડધી છે.
આ સમાચાર પણ વાંચો : Nagaland: અરેરે, આ શું? તળાવમાં ફસાઈ ગયા નાગાલેન્ડના મંત્રી, પેટના બળે ઢસડાતા રહ્યા.. જુઓ વિડીયો..
ઇજિપ્તના રાષ્ટ્રપતિ કરી રહ્યા છે વિરોધનો સામનો
ગુરુવારે, IMF ટીમે તેની બે સપ્તાહની મુલાકાત પૂર્ણ કરી અને સંભવિત બેલઆઉટ પેકેજ અંગે વાતચીત કરી. એવું માનવામાં આવે છે કે આ પેકેજ 10 અબજ ડોલર સુધી પહોંચી શકે છે. ઇજિપ્તના અધિકારી હોસામ હીબાએ જણાવ્યું હતું કે રાસ અલ હકીમાને વિકસાવવા પાછળ 22 અબજ ડોલરનો ખર્ચ થઈ શકે છે. UAE ના રોકાણકારો પ્રોજેક્ટને ધિરાણ, વિકાસ અને સંચાલન કરશે. ઈજિપ્ત સરકારના આ પગલાની આકરી ટીકા થઈ રહી છે.