ગણતંત્ર દિવસ સમારોહના મુખ્ય અતિથિ હશે આ મુસ્લિમ દેશના રાષ્ટ્રપતિ!!..

Egypt President El Sisi as Chief Guest on Republic Day

News Continuous Bureau | Mumbai

ભારતે પ્રજાસત્તાક દિવસ ( Republic Day ) 2023ના ભવ્ય સમારોહ માટે ઈજિપ્તના રાષ્ટ્રપતિ ( Egypt President )  ફત્તાહ અલ સિસીને ( Fattah al-Sisi ) આમંત્રણ ( Chief Guest ) મોકલ્યું છે. વર્ષ 2014થી ઈજિપ્તના રાષ્ટ્રપતિ પદ પર બિરાજમાન અલ સિસિને ( El Sisi ) મોકલવામાં આવેલા આ આમંત્રણને આફ્રિકા અને અરબ વર્લ્ડ બંને માટે ભારતની સમાન પહોંચ તરીકે જોવામાં આવી રહ્યું છે.

આ વર્ષે બંને દેશોએ રાજનયિક સંબંધોની 75મી વર્ષગાંઠ ઉજવી હતી. જ્યારે ભારત ઈજિપ્ત સાથે પોતાના રાજનીતિક અને સૈન્ય સંબંધ સતત વધારી રહ્યું છે. આ વાતોને ધ્યાનમાં રાખતા ભારત તરફથી 2023ના ગણતંત્ર દિવસ પર મુખ્ય મહેમાન તરીકે ઈજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફતહ અલ સિસીને આમંત્રણ મોકલવામાં આવ્યું છે.

આ સમાચાર પણ વાંચો: આજ કે બાદ અમિતાભ બચ્ચન કે આવાજ કી નકલ બંધ’ ‘હાઈ… ‘ દિલ્હી હાઈકોર્ટે અમિતાભ બચ્ચન ની નકલ પર રોક લગાવી.

શું તમે જાણો છો ઈજિપ્તનું મહત્વ?…

ઈજિપ્ત ( Egypt ) અરબ જગતનો સૌથી વધુ વસ્તીવાળો દેશ છે. આ સાથે જ ઈજિપ્ત આફ્રિકામાં બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા પણ છે. આવામાં રાષ્ટ્રપતિ અલ સિસી ( President El Sisi ) માટે રેડ કાર્પેટ બિછાવવાથી એ સંકેત મળે છે કે આવનારા કેટલાક વર્ષોમાં ભારત-ઈજિપ્ત વચ્ચેના સંબંધો પર ખાસ ભાર આપવામાં આવશે. આગામી વર્ષે થનારા જી-20 શિખર સંમેલન માટે જે દેશોને આમંત્રણ મોકલાયું છે તેમાં આ ઉત્તર આફ્રિકન દેશ પણ સામેલ છે.

થોડા સમય પહેલા ભારતીય વિદેશમંત્રી એસ જયશંકર અને રક્ષામંત્રી રાજનાથ સિંહે પોતાની ઈજિપ્ત યાત્રા દરમિયાન રાષ્ટ્રપતિ અલ સિસી (Egypt President El Sisi  ) સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન વિદેશમંત્રી જયશંકરે તેમને ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ખાસ સંદેશો પણ સોંપ્યો હતો. આવું બીજીવાર બન્યું છે કે જ્યારે મોદી સરકાર તરફથી ગણતંત્ર દિવસ ( Republic Day ) સમારોહ માટે કોઈ આફ્રિકન દેશના નેતાને આમંત્રણ અપાયું છે. નોંધનીય છે કે ભારત આફ્રિકાની સાથે સંબંધ વધારવા માટે ઈચ્છુક રહ્યો છે.

By Dr. Mayur Parikh

Dr. Mayur Parikh, is a seasoned journalist with 23 years of experience in the field of journalism. showcasing his expertise and commitment to the profession.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

વેલકમ ટુ ધ જંગલ’માં દિશા પાટનીનો જલવો! અભિનેત્રી એ શેર કરી તેની તસવીરો શ્રીલીલાના નવા આઉટફિટે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ! , જુઓ વાયરલ તસવીરો! લંડનની પાર્ટીમાં ઈશા અંબાણીનો જલવો! તસવીરો થઇ સોશિયલ મીડિયા પર વાયરલ. રકુલ પ્રીત સિંહનો કિલર લુક: સોફ્ટ વેવ્ઝ અને મિનિમલ જ્વેલરી સાથે આપ્યા ક્લાસી પોઝ, જુઓ તસવીરો બોલિવૂડમાં શરણાઈઓ વાગશે! અંશુલા કપૂરના લગ્નની વિધિઓ શરૂ, જુઓ તસવીરો બ્લેક રફલ્સમાં શ્રુતિ હાસનનો કિલર લુક! અભિનેત્રીનો નવો અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ ફિલ્મો માટે છોડ્યો અભ્યાસ, પછી બની ‘ધક-ધક ગર્લ’! જાણો કેટલી ભણેલી છે માધુરી દીક્ષિત ૪૫ની ઉંમરે ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટ નો બીચ લુક વાયરલ, મોનોકિનીમાં આપ્યા કિલર પોઝ! બાલકનીમાં મોનાલિસાનો કાતિલાના અંદાજ, તસવીરો જોઈને ફેન્સના દિલના ધબકારા વધ્યા ટાઇગર પ્રિન્ટ ડ્રેસમાં દિશાનો કિલર લુક, ફેન્સ બોલ્યા- ‘જંગલી બિલ્લી’!