વિશ્વના સૌથી ધનિક લોકોની યાદીમાં સામેલ અમેરિકન અબજોપતિ જેફ બેઝોસ, એલોન મસ્ક અને વૉરન બફેટની આવકવેરા સંબંધિત માહિતી લીક થઈ છે.
ન્યૂઝ વેબસાઇટ પ્રો પબ્લિકાએ અમેરિકન અબજોપતિઓની ટેક્સ સંબંધિત માહિતી શેર કરીને દાવો કર્યો છે કે જેફ બેઝોસે વર્ષ 2007 અને 2011માં આવકવેરો નથી ભર્યો, જ્યારે અલોન મસ્કે વર્ષ 2018માં આવકવેરા તરીકે એક પણ રૂપિયો ચૂકવ્યો નથી
પ્રો પબ્લિકાએ એવો પણ દાવો કર્યો છે કે, છેલ્લા કેટલાક વર્ષોમાં તેમની સંપત્તિમાં વધારો થયો છે, પરંતુ આ લોકો કાયદાની વ્યૂહરચના બનાવીને આવકવેરાની રકમ ઘટાડતા જઈ રહ્યા છે.
ટ્રાફિક પોલીસે જાહેર કરી સૂચિ; આ જગ્યાએ ટ્રાવેલ કરવાનું ટાળજો