News Continuous Bureau | Mumbai
દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ(The richest person in the world) એલોન મસ્ક(Elon Musk) આજે કોઈ ઓળખના મોહતાજ નથી. પરંતુ તેની માતાએ એવો ખુલાસો કર્યો છે કે જેને સાંભળીને બધા આશ્ચર્યમાં પડી ગયા છે.
મીડિયામાં પ્રસારિત થયેલા અહેવાલો મુજબ મસ્કની માતા(Musk's mother), મેયી મસ્કે(Maye Musk) કહ્યું કે, જ્યારે તે તેના અબજોપતિ પુત્રને(billionaire son) મળવા માટે અમેરિકાના ટેક્સાસ(Texas, USA) જાય છે ત્યારે તેને કોઈ રાજાશાહી ઠાઠથી સ્વાગત કરવામાં નથી આવતું, પરંતુ ગેરેજમાં સૂવું પડે છે. આ સાથે 74 વર્ષીય મોડલ અને એક્ટિવિસ્ટે(Model and Activist) અબજોપતિ બિઝનેસમેન મસ્ક(Billionaire businessman Musk) વિશે ઘણી મહત્વની વાતો જણાવી છે.
એલન મસ્કની માતાએ જણાવ્યું કે,તેમના પુત્રને પ્રોપર્ટી વગેરેમાં બિલકુલ રસ નથી. વાસ્તવમાં, જ્યારે તે ટેક્સાસમાં તેના પુત્રને મળવા જાય છે, ત્યારે તેને ગેરેજમાં સૂવું પડે છે. એલન મસ્કની નેટવર્થ (Elon Musk Net Worth) 229 અરબ ડોલર નજીક છે. મેયી મસ્કએ કહ્યું કે, રોકેટ સાઈટની નજીક તમારું આલીશાન ઘર ન હોઈ શકે. મહત્વનું છે કે મેયીને ત્રણ બાળકો છે. એલન મસ્ક સૌથી મોટા છે, ત્યારબાદ કિંબલ અને ટોસ્કા છે.
આ સમાચાર પણ વાંચો: ભારત સામે થયેલી કારમી હાર પર આ પૂર્વ મંત્રી થયા ગુસ્સે- પાકિસ્તાન સરકારને જ કહી દીધી મનહૂસ- જાણો વિગતે
ઉલ્લેખનીય છે કે ગત એપ્રિલમાં એલન મસ્કે જણાવ્યું હતું કે, તેની પાસે કોઈ ઘર નથી. તે તેના મિત્રોના ઘરે રહે છે. તેણે TED હેડ ક્રિસ એન્ડરસન(TED Head Chris Anderson) સાથેની મુલાકાતમાં આ વાતનો ખુલાસો કર્યો હતો. પછી તેણે કહ્યું, ‘મારી પાસે હજી મારું પોતાનું ઘર પણ નથી. હું ખરેખર મારા મિત્રો સાથે રહું છું. મસ્કએ પાછળથી જાહેર કર્યું કે તેની પાસે બોકા ચિકામાં રહેઠાણ છે, જે તેણે સ્પેસએક્સ પાસેથી 50,000 ડોલરમાં ભાડે લીધું હતું. 2020માં તેણે પોતાની તમામ પ્રોપર્ટી વેચવાનું કહ્યું હતું.