News Continuous Bureau | Mumbai
વિશ્વના સૌથી ધનવાન વ્યક્તિ એલન મસ્ક(Elon musk) ટિ્વટર(Twitter)ના અધિગ્રહણ કરવાની જાહેરાત બાદ સતત ચર્ચામાં છે. પરંતુ ટેસ્લાના (Tesla CEO)સીઈઓ હવે ટિ્વટર અધિગ્રહણ માટે પોતાના ૪૪ બિલિયન ડોલરના સોદાથી દૂર જઈ શકે છે, જો કંપની સ્પેમ અને ફેક એકાઉન્ટ(spam account) પર ડેટા આપવામાં નિષ્ફળ રહે છે. મસ્કે સોમવારે એક પત્રમાં કંપનીને ચેતવણી(Warning) આપી છે. પત્રમાં કહેવામાં આવ્યું કે ટિ્વટર પોતાની જવાબદારીના 'સ્પષ્ટ સામગ્રી ઉલ્લંઘન'માં હતું અને મસ્કની પાસે વિલય સમજુતીને સમાપ્ત કરવાના બધા અધિકાર સુરક્ષિત છે.
આ પહેલાં ટિ્વટરે(Twitter) મસ્કની ડીલને હોલ્ડ પર રાખવાની ચેતવણીને નજરઅંદાજ કરી દીધી હતી. ટિ્વટરનું માનવું હતું કે ડેટા મસ્ક(Elon Musk)ની ટિ્વટરની માલિકી માટે તૈયારી કરવામાં મદદ કરશે ન કે યોગ્ય પરિશ્રમ કરવા અને વાતચીતને ફરી ખોલવા માટે. મહત્વનું છે કે મસ્કે આ પહેલાં કહ્યું હતું કે તે આ ડીલને અસ્થાયી રૂપે રોકી દેશે.
આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્રમાં બન્યો વર્લ્ડ રેકોર્ડ- માત્ર સો કલાકમાં બે જિલ્લાને જોડતો રસ્તો બની ગયો- જાણો નીતિન ગડકરીના વિભાગની દમદાર કામગીરી વિશે
મસ્કના પત્ર અનુસાર ટિ્વટર વિલય સમજુતી હેઠળ પોતાની જવાબદારીનું પાલન કરવામાં પારદર્શી રૂપથી ઇનકાર કરી રહ્યું છે, જેનાથી તે શંકા ઉભી થઈ રહી છે કે કંપની રિક્વેસ્ટ ડેટા(request deta) રોકી રહી છે. એલન મસ્કના વકીલોએ પત્રમાં કહ્યું- ટેસ્લાના સીઈઓ(Tesla CEO) સ્પષ્ટ રૂપથી વિનંતી કરેલા ડેટાના હકદાર છે જેથી તેને ટિ્વટરના વ્યવસાયને કબજામાં બદલવા અને તેના વ્યવહાર ધિરાણની સુવિધા માટે તૈયાર કરી શકાય.
ટિ્વટર ડીલ બાદ મસ્ક સ્પષ્ટ કરી ચુક્યા છે કે માઇક્રોબ્લોગિંગ સાઇટ(micro bloging site)ની ડીલ ત્યારે આગળ વધશે જ્યારે તેના પર સ્પેમ એકાઉન્ટ(Spam account) ૫ ટકાથી ઓછા હોય. મસ્કનું કહેવું છે કે ટિ્વટર પર હાજર ૨૨.૯ કરોડ જેટલા એકાઉન્ટમાંથી ઓછામાં ઓછા ૨૦ ટકા એકાઉન્ટ સ્પેમ બોટ દ્વારા સંચાલિત થઈ રહ્યાં છે. જે ટિ્વટરના દાવા કરતા વધારે છે.
આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્ર HSC પરિણામ 94-22 ટકા- ફરી એક વખત છોકરાઓને પછાડીને છોકરીઓ અવ્વલ તો મુંબઈ રહ્યું આ નંબર પર- જાણો વિગત