ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 19 નવેમ્બર, 2021
શુક્રવાર
પશ્ચિમી દેશોમાં પોપ-રોક મ્યુઝિકનો ચાહક વર્ગ વધુ છે. મોંઘી ટિકિટો ખરીદીને લોકો લાઈવ શોમાં જતા હોય છે. અમેરિકામાં આવા જ એક લાઈવ શોમાં પોપ ગાયિકાએ વિચિત્ર કૃત્ય કર્યું છે. અમેરિકન ગાયિકા અને ગીતકાર સોફિયા ઉરિસ્તા તેના લાઈવ કોન્સર્ટ બાદ જબરદસ્ત ચર્ચામાં છે. તેણે આ લાઈવ કોન્સર્ટ દરમિયાન એવું શરમજનક કૃત્ય કર્યું કે જેના પછી તેણે અને તેના બેન્ડે માફી માગવી પડી. સોફિયાએ લાઈવ કોન્સર્ટ દરમિયાન તેના એક પ્રશંસકના ચહેરા પર લઘુશંકા કરી હતી.
11 નવેમ્બરે સોફિયા ઉરિસ્તાનો લાઈવ કોન્સર્ટ હતો. તેણે તેના એક પુરુષ પ્રશંસકને સ્ટેજ પર બોલાવ્યો અને તે પછી તેના ચહેરા પર લઘુશંકા કરી. સોફિયાના આ કૃત્ય માટે ઘણા ચાહકોએ તેની આકરી ટીકા કરી હતી. તેને પબ્લિસિટી સ્ટંટ ગણાવનારા પણ ઘણા હતા. આ ઘટના બાદ સોફિયાના બેન્ડ બ્રાસ અગેઇન્સ્ટએ પણ માફી માગી છે. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા બ્રાસ અગેઇન્સ્ટ બેન્ડે લખ્યું હતું કે સોફિયા ખૂબ જ ઉત્સાહિત થઈ ગઈ હતી. આવું થશે જેની અમને ન તો અપેક્ષા હતી અને ન તો તમે અમારા શોમાં ક્યારેય આવું જોવા મળે.
સોફિયાએ પણ આ કૃત્ય માટે માફી માગી છે. સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરતા તેણે કહ્યું કે તે હંમેશા સ્ટેજ પર તેની મર્યાદામાં રહે છે. તેણી આવી હરકતો દ્વારા નહીં, પરંતુ તેના સંગીત દ્વારા લોકોનું ધ્યાન આકર્ષિત કરવાનું પસંદ કરે છે. લોકોને દુઃખ પહોંચાડવાનો કોઈ ઈરાદો નહોતો.