News Continuous Bureau | Mumbai
ટેરિફ મુદ્દે ભારત અને અમેરિકા વચ્ચે તણાવ વધી રહ્યો છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સતત ભારતને ધમકીઓ આપી રહ્યા છે અને ટેરિફના દરો વધારી રહ્યા છે. આ પરિસ્થિતિમાં ભારત સરકારે સ્પષ્ટ કર્યું છે કે જે પણ નિર્ણય થશે, તે દેશના હિતમાં હશે. ટ્રમ્પની ધમકીઓ છતાં ભારત અમેરિકા સામે ઝૂકવા તૈયાર નથી. બંને દેશોની આ લડાઈમાં ઇઝરાયલ કોની સાથે ઊભું છે? કારણ કે ઇઝરાયલના ભારત અને અમેરિકા બંને સાથે સારા સંબંધો છે. આ પ્રશ્નનો જવાબ ખુદ વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ આપ્યો છે.
નેતન્યાહૂએ ભારતની રણનીતિ નું કર્યું સમર્થન
ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ચાલી રહેલા ટેરિફ વિવાદમાં ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ ભારતની રણનીતિક ભૂમિકાનું સંપૂર્ણ સમર્થન કર્યું છે. તેમણે એમ પણ કહ્યું કે, “વોશિંગ્ટન ડીસીમાં એ વાતની સમજ છે કે ભારત એક મજબૂત ભાગીદાર છે.” ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ ગુરુવારે ઇઝરાયલમાં ભારતીય રાજદૂત જે પી સિંહ સાથે મુલાકાત કરી. જેરુસલેમમાં વડાપ્રધાન કાર્યાલયમાં થયેલી આ બેઠકમાં બંને નેતાઓએ દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત કરવા, ખાસ કરીને સંરક્ષણ અને આર્થિક ક્ષેત્રમાં સહયોગ વધારવા પર ચર્ચા કરી.
Prime Minister Benjamin Netanyahu met today, in his Jerusalem office, with Indian Ambassador to Israel J.P. Singh.
The Prime Minister and the Ambassador discussed the expansion of bilateral cooperation, especially on security and economic issues. pic.twitter.com/bgcIIvgXp1
— Prime Minister of Israel (@IsraeliPM) August 7, 2025
નેતન્યાહૂ ભારતની મુલાકાતે આવવાની ઈચ્છા વ્યક્ત કરી
જેરુસલેમમાં ભારતીય રાજદૂત જે પી સિંહ સાથેની મુલાકાત પછી નેતન્યાહૂએ કહ્યું કે, “મને જલ્દી જ ભારતમાં આવવાની ઈચ્છા છે.” તેમણે ભારત-અમેરિકા વચ્ચે ચાલી રહેલા ટેરિફ વિવાદ પર પણ પ્રતિક્રિયા આપી અને આશા વ્યક્ત કરી કે આ વિવાદનો જલ્દી જ ઉકેલ આવી જશે. તેમણે કહ્યું કે, “ભારત અને અમેરિકા સારા મિત્રો છે. બંને દેશો વચ્ચે એટલી ગાઢ મિત્રતા છે કે તેઓ કોઈપણ સમસ્યાનો સરળતાથી ઉકેલ લાવી શકે છે.” નેતન્યાહૂએ આ બેઠક વિશે સોશિયલ મીડિયા પર પણ લખ્યું કે, “મેં અને ભારતીય રાજદૂતે દ્વિપક્ષીય સહયોગ, સુરક્ષા અને આર્થિક મુદ્દાઓ પર ચર્ચા કરી.”
આ સમાચાર પણ વાંચો : Uttarkashi Cloudburst: 35 વર્ષ પછી બન્યો હતો ફરવાનો પ્લાન, પુણેથી ચારધામ યાત્રા પર ગયેલા 24 મિત્રોનું ગ્રુપ થયું ગુમ
ગાઝા પર નિયંત્રણ મેળવવાનો ઇરાદો
ફોક્સ ન્યૂઝ સાથેની વાતચીતમાં ઇઝરાયલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ ગાઝા પટ્ટી પર સંપૂર્ણ નિયંત્રણ મેળવવાનો પોતાનો ઇરાદો વ્યક્ત કર્યો. તેમણે કહ્યું, “અમારે સમગ્ર ગાઝા પર નિયંત્રણ જોઈએ છે, કારણ કે અમારે ગાઝાને હમાસના આતંકવાદથી મુક્ત કરવો છે. અમારે ગાઝામાં એવું નાગરિક પ્રશાસન જોઈએ છે જે હમાસ જેવું ન હોય અને ઇઝરાયલના વિનાશનું વિચારે નહીં.” આ નિવેદનથી ગાઝા સંઘર્ષ અંગે તેમની કડક ભૂમિકા સ્પષ્ટ થાય છે.